એક સમયે વડા પાવ ખાઈને પસાર કરતી હતી દિવસો, આજે છે હિટ શો ની લીડ એક્ટ્રેસ સુંબુલ તૌકીર ખાન

ઇમલી શો ની અભિનેત્રી સુંબુલ તૌકીર ખાન માટે અભિનયનો માર્ગ એટલો સરળ ન હતો. પોતાના પહેલા પ્રોજેક્ટ સુધી પહોંચવા માટે સંબલ ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. એક મુલાકાતમાં, સુંબુલ તેના સંઘર્ષ, અંગત જીવન અને આર્ટિકલ 15 માં આયુષ્માન સાથે કામ કરવાના અનુભવની કહાની શેર કરી છે.
તૌકીરની ઇમલીને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ શોના પહેલા જ એપિસોડથી દર્શકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. દર અઠવાડિયે શોની ટીઆરપીમાં પણ આગળ વધી રહી છે. સુંબુલના પાત્રને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ઇ એક ઇન્ટરવ્યુ દરમિયાન સંબલે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન તેણે કેવી રીતે તેના પરિવારથી દૂર હૈદરાબાદ જઈને શૂટિંગ પૂર્ણ કર્યું હતું.
હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન સુંબુલ તેના પરિવારને ઘણી યાદ કરી રહી હતી. ખાસ કરીને તે તેના પિતાને યાદ કરીને ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ હતી. સુંબુલ તેના પિતાની ખૂબ નજીક છે. આ સિવાય તે ઘરના ફૂડને પણ યાદ કરી રહી હતી.
સુંબુલ તેના પિતાને આશ્ચર્યચકિત કરવા માટે કેટલી ઉત્સુક છે તે શેર કરવાનું પણ ભૂલતી નથી.
આ દરમિયાન સુંબુલે ખુલાસો કર્યો છે કે જ્યારે તે 6 વર્ષની હતી. ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા.
ત્યારથી તેની જીંદગી ચોક્કસપણે જુદી છે. પરંતુ તે મુશ્કેલ નથી માનતી. સુંબુલના પિતા બંને બહેનોની સંભાળ માતા પિતા જેમ રાખે છે.
સુંબુલે જણાવ્યું હતું કે, કેવી રીતે તેના પિતા બંને બાળકો માટે નાસ્તો બનાવતા અને તેમને શાળા માટે તૈયાર કરતા હતા. ત્યારબાદ તે ઓફિસ જવા બહાર નીકળતા હતા. હવે સુંબુલની ઇચ્છા છે કે તેણે પણ પિતા માટે કંઈક કરવું જોઈએ.
સુંબુલ તેના સંઘર્ષ વિશે વાત કરતાં જણાવે છે કે, આજે પણ અમે મુંબઇમાં ભાડાના મકાનમાં જ રહીએ છીએ. હું મારા પિતા માટે ઘર ખરીદવા માંગુ છું. મને યાદ છે કે મુંબઈ આવતાં પહેલાં પાપાએ કેવી રીતે બધું વેચી દીધું હતું.
સુંબુલ આગળ કહે છે કે, તે ખૂબ જ ખરાબ સમય હતો. અમે મુંબઇમાં ફક્ત વડ પાવ ખાઈને જીવન પસાર કરતા હતા પણ મેં ક્યારેય ક્મલેન્ટ કરી નહિ. સંઘર્ષ કરી રહેલા ઘણા લોકોના જીવનને વડા પાવે બચાવી છે. તે દિવસ હતો અને આજે છે. જ્યારે પણ હું ચેકમાંથી પૈસા ઉપાડવા જાઉં છું. ત્યારે હું ભગવાનનો ચોક્કસ આભાર માનું છું. હવે તે પાપા માટે ઘર ખરીદવાની તૈયારી કરી રહી છે.
સુંબુલે તેની ફિલ્મ આર્ટિકલ 15 ની પ્રશંસા કરતી વખતે કહે છે કે તે આગળ પણ બોલિવૂડની ફિલ્મોમાં કામ કરવા માંગે છે. તેને ફક્ત એક સારા પ્રોજેક્ટની શોધમાં છે.