દિયર-ભાભીનો રોલ કરતા કરતા થઇ ગયો પ્રેમ, વેલેન્ટાઇન ડે ના દિવસે યુગલે લગ્ન કરવાનો ફેંસલો લીધો, આવી છે રામ કપૂરની પ્રેમ કહાની

દિયર-ભાભીનો રોલ કરતા કરતા થઇ ગયો પ્રેમ, વેલેન્ટાઇન ડે ના દિવસે યુગલે લગ્ન કરવાનો ફેંસલો લીધો, આવી છે રામ કપૂરની પ્રેમ કહાની

વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ. 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવતો આ તહેવાર સામાન્ય લોકોથી લઈને ટીવી સ્ટાર્સ માટે સમાન મહત્વ ધરાવે છે. ટીવી શો ‘બડે અચ્છે લગતે હૈ’ ફેમ રામ કપૂરે પણ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે તેમના પ્રેમ ગૌતમી ગાડગીલ સાથે લગ્ન કર્યા હતા.

કપલે 2003 માં તેમના લગ્ન માટે આ ખાસ દિવસની પસંદગી કરી હતી. હવે તેમના લગ્ન 18 વર્ષ થઈ ગયા છે. આ દંપતીને એક દીકરી સિયા અને દીકરો અક્સ છે. જો કે, રામ કપૂર અને ગૌતમી ગાડગીલની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. ઓનસ્ક્રીન ભાભી ને દિલ આપ્યું હતું રામ કપૂરે.

તમને જણાવી દઈએ કે, રામ કપૂર અને ગૌતમી ગાડગિલની લવ સ્ટોરી ટીવી સીરિયલ ‘ઘર એક મંદિર’ ના સેટ પર શરૂ થઈ હતી. તે સમયે, ગૌતમીએ મોડેલિંગમાં કારકિર્દી બનાવી હતી અને રામ સિરીયલો દ્વારા ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી રહ્યો હતો.

આ સીરિયલમાં ગૌતમી રામ કપૂરની ભાભીની ભૂમિકા નિભાવી રહી હતી. તેમની દૈનિક મુલાકાતના  લીધે તેઓ સારા મિત્રો બન્યા. અહીંથી રામ-ગૌતમીની લવ સ્ટોરી ની શરૂઆત થઈ અને 2003 માં આ દંપતીએ લગ્ન કર્યાં.

જો કે, શરૂઆત ના સમયમાં બંનેને કેટલાક મુદ્દાઓ સાથે સમસ્યા હતી. જ્યારે રામ કપૂર પાર્ટીઓમાં જવું અને પીવાનું પસંદ હતું, ત્યારે ગૌતમીને આ ગમતું નહીં. ધીમે ધીમે રામ માં બદલાવ આવવા લાગ્યો. આ પછી તેની પ્રેમ કથા આગળ વધી.

છેવટે 2003 માં વેલેન્ટાઇન ડે પર આર્ય સમાજ મંદિરમાં બંનેના લગ્ન થયા. લગ્ન બાદ આ દંપતી બે રૂમના મકાનમાં રહેતા હતા. તમને જણાવી દઈએ કે રામ કપૂરે ગૌતમીને એક પાર્ટીમાં ખૂબ જ સરળ રીતે પ્રપોઝ કર્યો હતો અને પૂછ્યું હતું કે શું તું મારી સાથે લગ્ન કરવા માંગે છે. ગૌતમીએ થોડો પણ વિલંબ કર્યા વિના તેની સાથે સંમત થઈ ગઈ.

બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ગૌતમી ગાડગિલનું બીજું લગ્ન છે. ગૌતમીના પહેલા લગ્ન કમર્શિયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે થયા હતા. જોકે, થોડા વર્ષો પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.

ગૌતમી ગાડગીલ અને રામ કપૂરનાં લગ્નને હવે લગભગ 2 દાયકા થવાનાં છે. હજી બંનેને જોઈને લાગે છે કે જાણે ગઈકાલે તેમનાં લગ્ન થયાં હોય. બંને એકબીજા સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે. તમને સિયા નામની પુત્રી અને અક્સ નામનો એક પુત્ર પણ છે.

બાળકોને જન્મ આપ્યા બાદ ગૌતમીએ કામમાંથી બ્રેક લીધો. જ્યારે રામ ટીવી અને ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. રામ કપૂરે ‘કસમ સે’ અને ‘બડે અચ્છે લગતે હૈ’ જેવી સિરિયલોથી શાનદાર લોકપ્રિયતા મેળવી હતી. આ બંને છેલ્લે ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સમાં સાથે જોવા મળ્યા હતા.

રામ કપૂરે હિના, ન્યાય, કવિતા, ઘર એક મંદિર, રિશ્તેય, ધડકન, ઇરાદા, કસમ સે, બસેરા, બડે અચ્છે લગતે હૈ, ક્યા હુ તેરા વાદા,  કુંકી સાસ ભી કભી બહુ થી, દેવકી, દિલ કી બાતેં દિલ હી જાને, તમન્ના અને ત્યોહાર કી થાળી જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

બીજી તરફ, સેટરડે સસ્પેન્સ, ફેમિલી નંબર વન, ઘર એક મંદિર, ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, કુબૂલ હૈ, ધડકન, કેહતા હૈ દિલ, લિપસ્ટિક, તેરે શહર મેં, પરવરિશ અને સ્પેશ્યલ ઓપ્સ જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *