રિયલ લાઈફમાં પાર્ટનર્સ છે ટીવીના આ મશહૂર કલાકાર, જાણો કેવી રીતે શરુ થઇ તેમની લવ સ્ટોરી..

સામાન્ય રીતે ટીવી કલાકારો 8 થી 10 કલાક સેટ પર વિતાવે છે. આવી સ્થિતિમાં, સેટ પર કામ કરતા અન્ય કલાકારો સાથે તેમની સારી બોન્ડિંગ બની જાય છે. દેખીતી રીતે કેટલાક કલાકારો પ્રેમમાં પડે છે અને તે રિયલ લાઈફ જીવનસાથી બની જાય છે. આજે અમે એવા કપલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ટીવીના મોટા સ્ટાર છે.
ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી ફિલ્મ ‘રામાયણ’ થી રાતોરાત પ્રખ્યાત બની ગયા હતા. આ સિરિયલમાં બંનેએ રામ અને સીતાની ભૂમિકા ભજવી હતી. દેબિના ટેલેન્ટ હન્ટ દ્વારા મુંબઇ આવી હતી. સિરિયલમાં કામ કરતા પહેલા તે ગુરમીતને પહેલેથી જ જાણતી હતી. હકીકતમાં, દેબીનાના મિત્રએ તેની મુલાકાત ગુરમીત સાથે કરાવી હતી. વર્ષ 2011 માં બંનેએ લગ્ન કર્યા.
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા એ ટીવી જગતનું એક મોટું નામ છે. હર્ષ કોમેડી શો માટે સ્ક્રિપ્ટો લખતો હતો, બાદમાં તેણે હોસ્ટિંગ કરવાનું શરુ કરી દીધું. હર્ષ લિંબાચિયાએ ભારતી સાથે લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ 2017 માં લગ્ન કર્યા.
હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન ને ટીવીના પહેલા રિયલ લાઇફ જોડી કહી શકાય છે. તેમના સંબંધોની શરૂઆત સીરિયલ ‘કુટુંબ’ થી થઈ હતી. આ પછી બંનેએ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં કામ કર્યું હતું. હિતેન ગૌરીને પસંદ કરતો હતો. પરંતુ ગૌરી સેટ પર કોઈની સાથે વધારે વાત નહોતી કરતી. કદાચ આ જ કારણ હતું કે હિતેને ગૌરીને વધુ પસંદ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2004 માં બંનેના લગ્ન થયા હતા.
જય ભાનુશાળીએ તેના કરતા બે વર્ષ મોટી માહી વિજ સાથે 2011 માં લગ્ન કર્યા. બંને લગ્ન પહેલા થોડા સમય માટે રિલેશનશિપમાં રહ્યા હતા. મહી અને જય બંને ટીવી જગતના પ્રખ્યાત કલાકારો છે.
સનાયા ઈરાની અને મોહિત સહગલને તેમના ચાહકો ‘મોનાયા’ નામથી જાણે છે. બંનેએ વર્ષ 2016 માં લગ્ન કર્યાં હતાં. સનાયા અને મોહિતની મુલાકાત ‘મિલે જબ હમ તુમ’ સિરિયલ દરમિયાન થઈ હતી. જ્યાં બંને રોમેન્ટિક પાત્રોમાં હતાં. તેમનો ઓન-સ્ક્રીન રોમાંસ વાસ્તવિક જીવનમાં ફેરવાઈ ગયો.