આ પુત્રીએ કરાવ્યા પોતાની વિધવા માં ના પુન: લગ્ન, ભણેલી પુત્રીએ સમાજ સામે લઇ લીધું આ પગલું…

આપણા દેશમાં આજે પણ એક વિધવાના લગ્નને લઈને વિચારધારામાં કોઈ ફરક પડ્યો નથી. તો પણ ઘણી બધી જગ્યા પર એક વિધવા મહિલાના પૂર્ણવિવાહ થવાના ચાલુ થયા છે. આજના આ લેખ દ્વારા અમે તમને એક આવા જ પૂર્ણવિવાહની વાત કરવા જઈ રહ્યા છે. રાજસ્થાનની એક છોકરીએ પોતાની સગી માતા ના પૂર્ણવિવાહ કરાવ્યા છે. આ પૂર્ણવિવાહ કરાવીને પોતાના ભણેલાની સાબિતી આપી છે.
જયપુરમાં રહેતી સંહિતા જે હાલમાં ગુડગાંવની એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરી રહી છે. સંહિતાએ પોતાની માં ના પૂર્ણવિવાહ કરાવીને એક વાર પાછી પોતાની માં ની જિંદગીને ખુશીથી ભરી દીધી છે.સંહિતાના પિતા 2016માં હાર્ટ એટેક આવવાના કારણે આ દુનિયામાંથી વિદાઈ લીધી હતી. પિતાના જવા પછી સંહિતાની માં ગીતા અગ્રવાલ એકદમ એકલા પડી ગયા હતા. ગીતા વ્યવસાયે એક શિક્ષિકા છે. સંહિતા પણ થોડા સમય પછી પોતાની નોકરીના કારણ ગુડગાવ આવી ગઈ હતી. ગીતા એકલી થઈ ગઈ હતી.
દીકરી સંહિતાથી પોતાની માં ની આવી હાલત જોવાતી ન હતી, એટલે સંહિતાએ પોતાની માં ને ખબર કર્યા વગર મેટ્રિમોનિયલ સાઈટ પર જીવનસાથીની તલાશ કરવાની શરુ કરી દીધું. થોડા દિવસો પછી બાંસવાડાના રેવન્યુ ઇન્સ્પેક્ટર કે.જી. ગુપ્તાએ સંહિતાને લગ્ન માટે સંપર્ક કર્યો હતો અને પછી આ વાત આગળ વધી.
કે.જી.ગુપ્તાની પત્ની પણ લાંબા સમય સુધી બીમારીથી લડીને છેવટે આ દુનિયાને અલવિદા કહી દીધું. પછી સંહિતાએ પોતાની માં ગીતા અને કે.જી.ગુપ્તાને ભેગા કર્યા હતા. બને એક સાથે વાત કરી અને એક બીજા વિશે જાણ્યું.
જ્યારે સંહિતાને લાગ્યું કે કે.જી.ગુપ્તા પોતાની માતા ગીતા અગ્રવાલના જીવનસાથી બનવાનાને લાયક છે. ત્યારે સંહિતાએ પોતાની માતા ગીતા અગ્રવાલના લગ્ન કે.જી.ગુપ્તા સાથે કરાવી દીધા. સંહિતાની આ એક કોશિશના લીધે એની માતા ગીતા અગ્રવાલને જીવન જીવવાનું એક કારણ મળી ગયું હતું.
કે.જી. ગુપ્તા અને ગીતા અગ્રવાલને જીવનસાથીના રૂપમાં જીવન જીવાનો સહારો મળી ગયો. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકીને સંહિતાએ લખ્યું હતું કે જ્યારે આપણે દુઃખી હોય ત્યારે માં હોય છે આપણું સંભાળવા માટે, તો જયારે માં દુઃખી હોય તો આપણે સંભાળવું જ જોઈએ.
આ કહાની દ્વારા આપણને એક શીખ મળે છે કે પૂર્ણવિવાહ કોઈ ગુનો નથી. પણ પૂર્ણવિવાહ કરાવીને આપણે જીવંત હોવા છતાં મરેલા લોકોને એક જીવનદાન આપી શક્યે છે. આ વાતનું સચોટ ઉદાહરણ સંહિતાએ આપ્યું છે, એટલે સમાજના લોકોએ પોતાની જૂની વિચારધારા બદલાવની જરૂર છે. પૂર્ણવિવાહનો વિરોધ કરવાના બદલે જે લોકો પૂર્ણવિવાહ કરાવે છે એને સપોર્ટ પણ કરવો જોઈએ.