શું તમારા બાળકો કરી રહ્યા છે આનું સેવન, તો માત્ર 2 મિનિટનો સમય કાઢી એકવાર અવશ્ય વાંચી લ્યો, આ 10 રૂપિયાની વસ્તુ તમને પડી શકે છે 10 લાખમાં

શું તમારા બાળકો કરી રહ્યા છે આનું સેવન, તો માત્ર 2 મિનિટનો સમય કાઢી એકવાર અવશ્ય વાંચી લ્યો, આ 10 રૂપિયાની વસ્તુ તમને પડી શકે છે 10 લાખમાં

થોડા દિવસો પહેલા જ લેવામાં આવેલા મેગીના સેમ્પલમાંથી સિસુ હોવાની વાત સામે આવી હતી. આપણા દેશના સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન મેગી બનાવનાર નેસ્લેના વકીલોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે મેગીમાં સિસુ વધારે પ્રમાણમાં હતું.

લેડ એટલે કે સિસુ એક હેવી મેટલ છે. જે વાતાવરણમાં હોય છે. આ એક એવું ઝેરીલું મેટલ છે. જે આપણા શરીરમાં જાય તો મગજ અને હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. સામાન્ય રીતે સિસુ પેન્ટ, કેન્ડ ફૂડ, પીવાના પાણી માટે લગાવેલી જૂની પાઇપ, કૉસ્મેટિક્સ અને બેટરીઓમાં જોવા મળે છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર સિસુ માત્ર ખતરનાક જ નહીં પરંતુ ઘાતક પણ છે. સિસુના વધારે પડતા સેવનથી કિડની પણ ખરાબ થઇ શકે છે અને નર્વસ સિસ્ટમ પણ ડેમેજ થઈ શકે છે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના શરીરમાં જો સિસુ જાય તો તેનો આઇક્યૂ લેવલ પ્રભાવિત થાય છે. સાથે સાથે બોલવામાં પણ તકલીફ પડે તેવી સમસ્યા સર્જાઇ શકે છે. સાથે જ હાડકાંઓ અને માંસપેશીઓના વિકાસમાં પણ ઉપણ આવે છે.

જો આપણે મોટી ઉંમરના વ્યક્તિની વાત કરીએ તો પુરૂષ અને મહિલાના શરીરમાં સિસુ જાય તો વ્યંધત્વ અને પાચન સાથે જોડાયેલી પણ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. ગર્ભવતી મહિલામાં સિસુની ઉપસ્થિતિ તેનું બ્લડ પ્રેશર વધારી શકે છે સાથે જ આવનારા બાળકના મગજના વિકાસ પર પણ અસર કરી શકે છે.

ભારત દેશમાં નક્કી કરાયેલા પ્રમાણ અનુસાર કોઇ પણ ફૂડમાં સિસુની માત્રા 2.5 પીપીએમ સુધી જ હોવી જોઇએ, પરંતુ યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા અનુસાર લોહીમાં સિસુની કોઇ પણ માત્રા હોવી તે સારું નથી, સિસુ માંસપેશીઓ હાડકાંઓ તેમજ લોહીમાં જામવા લાગે છે. જે ધીમે-ધીમે પોતાની અસર બતાવા લાગે છે.

મેગીમાં સીસાની સાથે જેનું પ્રમાણ વધુ જોવા મળ્યું તે છે મોનો સોડિયમ બ્યુટામેટ, જેને આપણે સામાન્યપણે આજીનોમોટો નામથી ઓળખીએ છીએ અને તમને બધાને જ ખબર છે કે તમે કોઈ પણ ચાઈનીઝ વાનગી બહારથી લાવીએ તો તેમાં આજીનોમોટો નંખાયો જ હોય છે. સાદા પેકિંગમાં આવતી નુડલ્સ હોય કે પછી તે મેગી હોય એ તમામમાં મોનોસોડિયમ ગ્લટામેટ એટલે કે આજીનોમોટોનો ઉપયોગ થયો હોય છે. તેના કારણે આપણા શરીરને ઘણું બધુ નુકસાન થાય છે. આજે દરેક ઈન્સ્ટન્ટ ફૂડ આઈટેમમાં સૌથી ખરાબ ઈન્ટેડિયન્ટ જો કોઈ હાજર હોય તો તે છે મોનોસોડિયમ ગ્લટામેટ.

આજીનોમોટોથી સગર્ભા મહિલાઓએ દૂર જ રહેવું જોઈએ. તેનાથી વંધ્યત્વ આવવાનું પણ એટલું જ જોખમ છે. જો કોઈ પણ મહિલા સગર્ભા હોય તો તેણે આજીનોમોટો ધરાવતી કોઈપણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ.

આજીનોમોટો એટલે કે મોનોસોડિયમ ગ્લટામેટનું સેવન કાયમી કરવાથી બલ્ડ પ્રેશર, ડાયાબિટીસ, અસ્થમા, થાઈરોઈડ ઈસ્ય, ફૂડ એલર્જી અને ઓબેસિટીની સમસ્યા વધતી જાય છે. આ સિવાય વધુ પડતો પરસેવો થવો એ પણ સામાન્ય બની જાય છે. તેનાથી આંખની રેટીનાને પણ નુકશાન થાય છે અને સૌથી મોટી વાત એ કે વધુ પડતા ઉપયોગથી તમને કેન્સર પણ થઈ શકે છે.

શરીરમાં કોઈ પણ જોખમી તત્વની હાજરી વધવા માંડે છે. ત્યારે તેમાંથી આપણું હૃદય કઈ રીતે બચી શકે. એના કારણે આપણા હૃદયના ધબકારા અનિયમિત બને છે. કાર્ડિયાક મસલ્સ જકડાઈ જાય છે. સાથે છાતીમાં તિવ્ર દુખાવો પણ થાય છે. મોનોસોડિયમ ગ્લટામેટના રોજીંદા સેવનથી ચહેરા પરની ચામડીમાં બળતરા થવાની સમસ્યા કાયમી અને સર્વસામાન્ય બની જાય છે.

શરીરના ચેતા કોષો વધુ પડતા સક્રિય બની જાય આજીનોમોટો તમારા શરીરના કોષોને વધુ પડતા સક્રિય બનાવે છે અને તે શરીરના કોષોનું સંતુલન પણ ખોરવી નાખે છે. આના લીધે તમને આરોગ્યને લગતી ઘણી તકલીફો પણ થઈ શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *