વિશ્વભરમાંથી જેના શ્વાસ માટે દુઓ અને પ્રાર્થના થઈ રહી હતી એ ‘અંબા’ને ઈટલીના દંપતીએ દત્તક લીધી..

વિશ્વભરમાંથી જેના શ્વાસ માટે દુઓ અને પ્રાર્થના થઈ રહી હતી એ ‘અંબા’ને ઈટલીના દંપતીએ દત્તક લીધી..

વિશ્વભરમાંથી જેના શ્વાસ માટે દુઓ અને પ્રાર્થના થઈ રહી હતી. તે રાજકોટની ‘અંબા’ ટૂંક સમયમાં જ ઈટાલી પહોંચશે. આશરે સવા વર્ષ પૂર્વે રાજકોટની ભાગોડે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે તરછોડાયેલી ‘અંબા’ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

બે અઢી મહિનાઓ સુધી હોસ્પિટલના બિછાને મોત સામે લડીને જીતી પ્રાપ્ત કરી છે. એ વખતે કલેકટર, કમિશનરથી લઈને ખુદ આપણા CM વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. હાલમાં તે અંબાને આશરો મળ્યો છે.

બધાની લાડકવાયી અંબાને હવે માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે. છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોની સાથે રહેલી ‘અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. થોડા દિવસ પહેલા જ તેની દત્તકવિધિ માટે પ્રોસીજર કરવામાં આવી હતી.જેમાં ઈટાલીના ગુંથર દંપતીએ અંબાને દતક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ત્રણ મહિનાની અંદર અંબા ઈટાલી પહોંચશે.

અંબાને સ્પેશિયલ નિગરાની કેટેગરીમાં મુકવામાં આવી હતી. ખુશીની વાત એ છે કે આ અગાઉ પણ ગુંથર દંપતીએ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે.

કાઠિયાવાડ બાલાશ્રમના સુપ્રિટેન્ડેન્ટ પ્રભાબેન ભેંસડિયાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિનાની લાંબી સારવાર બાદ હોસ્પિટલમાંથી વ્હાલસોયી દીકરીને પરિવાર મળશે. અંબા શારીરિક અને માનસિક રીતે નબળી હતી. અત્યારે અંબા સવા વર્ષની થઈ ગઈ છે અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કાઠિયાવાડ બાલાશ્રમમાંથી 350 જેટલા બાળકો વિદેશ પહોંચ્યા છે. આજથી એક વર્ષ પહેલા શહેરની ભાગોળે ઠેબચડાની સીમમાંથી અંબા મળી હતી. એ વખતે કૂતરાંના મુખમાંથી આસપાસના લોકોએ તેને છોડાવી હતી અને પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અને ત્રણ મહિનાની સારવાર બાદ તે સ્વસ્થ થઈ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *