હરિયાણાના પિતાની એક નાનકડી ભૂલે 11 મહિનાની માસૂમ દીકરીનો લીધો ભોગ, માતા-પિતાના રડી રડીને બેહાલ..

હરિયાણાના પિતાની એક નાનકડી ભૂલે 11 મહિનાની માસૂમ દીકરીનો લીધો ભોગ, માતા-પિતાના રડી રડીને બેહાલ..

હરિયાણાના જીંદ જિલ્લામાં એક 11 મહિનાની માસુમ બાળકીએ એક દુ: ખદ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે તે ટબમાં બેઠી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. તેના પિતા મોબાઈલ પર વાત કરતા હતા તે દરમિયાન એક ચાર વર્ષનો ભાઈ ત્યાં આવ્યો હતો અને નળ ચાલુ કરીને જતો રહ્યો હતો. જેના કારણે ટબ પાણીથી ભરાઇ ગયું હતું અને બાળકી ડૂબી ગઈ હતી.

આ બનાવની માહિતી મળતાંની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કર્યા બાદ લાશ પરિવારજનોને સોંપવામાં આવી હતી. રવિવારે શહેરની એમ્પ્લોઇઝ કોલોનીમાં આ ઘટના બની હતી. મૃતક બાળકીનું નામ અર્ચના વિક્રમભાઈ છે.

માહિતી અનુસાર, કર્મચારી કોલોનીમાં રહેતો વિક્રમ તેની 11 મહિનાની દીકરી અર્ચનાને સ્નાન કરાવવાની તૈયારી કરી રહ્યો હતો અને તેને ટબમાં બેસાડી હતો. આ દરમિયાન વિક્રમના મોબાઇલ પર કોઈનો કોલ આવ્યો હતો અને તે બાળકીને ટબમાં મૂકીને ફોન પર વાત કરવા રૂમમાં ગયો હતો. ત્યાર બાદ ચાર વર્ષનો ભાઈ ચિરાગ પણ રમતા-રમતા ત્યાં પહોંચી ગયો હતો અને તેણે પાણીનો નળ ચાલુ કરી દીધો હતો.

ટબ પાણીથી ભરાઈ જવાથી અર્ચના ડૂબી ગઈ હતી. આશરે 15 થી 20 મિનિટ પછી અર્ચનાની મમ્મી રેખાનું ધ્યાન ટબ તરફ જતાં તેણે તરત જ દીકરીને ટબમાંથી બહાર કાઢી હતી અને તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. શહેરના પોલીસ મથકના તપાસ અધિકારી કમલભાઈએ જણાવ્યું કે બાળકીનેનહાવાના હેતુથી ટબમાં બેસાડવામાં આવી હતી. પરિણામે ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *