બેગમ કરીના કપૂરની લાઈફસ્ટાઈલ છે એકદમ રજવાડી, આ રીતે ઠાઠમાઠ સાથે જીવે છે જિંદગી..

બેગમ કરીના કપૂરની લાઈફસ્ટાઈલ છે એકદમ રજવાડી, આ રીતે ઠાઠમાઠ સાથે જીવે છે જિંદગી..

કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઇમાં રણધીર કપૂર અને બબીતાના ઘરમાં થયો હતો. કરીનાની મોટી બહેન કરિશ્મા કપૂર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી રહી ચૂકી છે. બોલિવૂડમાં ફિલ્મ ‘રેફ્યુજી’ (2000) થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી કરીનાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

જો આપણે કરીનાની સંપત્તિ વિશે વાત કરીએ, તો તેની પાસે કરોડોનો વૈભવી બંગલો, લક્ઝરી કાર, કોરોડોનો પટૌડી પેલેસ છે. આપણે બધા જાણીએ છીએ કે કરીનાએ પોતાના કરતા 10 વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. આ કપલને બે પુત્ર ની માતા છે. એક નું નામ તૈમુર અલી ખાન છે.

બોલિવૂડના ફેમસ કપલોની યાદીમાં સૈફ અને કરીનાનું નામ શામેલ છે. આ બંને તેમની ફિલ્મોને લઈને જેટલા ચર્ચામાં રહે છે. તેના કરતા વહડરે પોતાની અંગત જીવનશૈલીને લઈને ચર્ચામાં રહે છે. સંપત્તિની બાબતમાં સૈફ-કરીના ઈન્ડસ્ટ્રીનાં ટોચના સેલેબ્સની યાદીમાં સામેલ થાય છે.

સૈફનો હરિયાણાના પટૌડી ગામમાં પૂર્વજોનો મહેલ છે. જેને પટૌડી પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. તેની કિંમત અંદાજિત 800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મહેલને બન્યાને લગભગ 84 વર્ષ થયા છે. આ મહેલ 1935 માં ભારતીય ટીમના 8 મા નવાબ અને પૂર્વ કેપ્ટન ઇફ્તીકાર અલી હુસેન સિદ્દીકી દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ મહેલમાં 150 રૂમ છે અને એક સમયે 100 થી વધારે નોકરો કામ કરતા હતા.

સૈફ-કરીના નો મુંબઈમાં એક લક્ઝુરિયસ બંગલો છે. તેનું નામ ફોર્ચ્યુન હાઇટ્સ છે. તેની કિંમત લગભગ 48 કરોડ છે. આ ઘરમાં સૈફ-કરીના પુત્ર તૈમૂર સાથે રહે છે. આ બંગલાના ડેકોરેશનમાં એક જાજરમાન ઝલક જોવા મળે છે. સૈફને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે, તેથી જ આ મકાનમાં પુસ્તકો માટે એક અલગ જગ્યા બનાવવામાં આવી છે. આ બંગલાની સજાવટમાં રાજસી ઝલક દેખાય છે.

અહેવાલો અનુસાર, સૈફ અને કરીનાએ સ્વિટ્ઝરલેન્ડમાં એક લક્ઝુરિયસ ઘર ખરીદ્યુ છે. આ ઘરી કિંમત આશરે 33 કરોડ રૂપિયા હોવાનું જણાય છે.

અહેવાલો અનુસાર, પટૌડી પરિવાર પાસે ભોપાલમાં પણ અબજો રૂપિયાની સંપત્તિ છે. તેમાંથી એક હજાર એકરની કિંમતી જમીન પણ છે. જ્યાં એક ફ્લેગ સ્ટાફ હાઉસ છે.

સૈફ પાંચ હજાર કરોડની સંપત્તિનો માલિક છે. જ્યારે કરીનાની સંપત્તિ 450 કરોડ છે. તે એક ફિલ્મ માટે 17 કરોડ રૂપિયા ફી લે છે.

આ કપલ પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. તેની પાસે ઓડી ક્યુ 7, બીએમડબ્લ્યુ 7 સિરીઝ, લેક્સસ એલએક્સ 470 સહિતના અન્ય કાર તેની પાસે છે.

સૈફે 2012 માં કરીના સાથે લગ્ન કર્યા હતા. અગાઉ બંનેએ ત્રણ વર્ષ માટે ડેટ કર્યું હતું. તેણે કરિનાને જે સગાઈની વીંટી પહેરાવી હતી, તેની કિંમત બે કરોડ રૂપિયા હતી. સૈફે 1.30 કરોડની કાર તૈમૂરને ભેટમાં આપી છે. તૈમૂરને પહેલા જન્મદિવસ પર 1000 ચોરસ ફૂટમાં પથરાયેલ જંગલ ભેટમાં આપવામાં આવ્યુ હતું.

ફિલ્મો સિવાય સૈફ-કરીના પણ જાહેરાતો, એન્ડોર્સમેન્ટ, શો સહિતના અન્ય સોર્સિસથી ઘણી કમાણી કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *