‘તારક મહેતા’ની માધવી ભાભી રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમરસ, આ શો સિવાય આ બિઝનેસમાં કરે છે ખુબ કમાણી

ટીવી જગતની લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં માધવી ભાભીની ભૂમિકા નિભાવનાર સોનલિકા જોશી 45 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 5 જૂન, 1976 માં મુંબઇમાં થયો હતો.
છેલ્લા 13 વર્ષથી ગોકુલધામ સોસાયટીમાં આત્મારામ તુકારામ ભીડેની પત્નીની ભૂમિકા ભજવનારી સોનાલિકા ફક્ત રીલ લાઇફમાં જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ એક વ્યવસાયી મહિલા છે. ભલે માધવી ભાભી સિરિયલમાં અથાણાં અને પાપડ બનાવે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે બિઝનેસ અને ફેશન ડિઝાઇનિંગ સાથે સંકળાયેલી છે અને તેમાંથી કરોડોની કમાણી પણ કરે છે.
મીડિયા અહેવાલો અનુસાર, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અભિનય કરવા માટે તેને એક દિવસ માટે 25 હજાર રૂપિયા મળે છે. માધવી ભાભી વાસ્તવિક જીવનમાં કરોડોની માલકીન છે.
સોનાલિકાની આવકનો સ્રોત માત્ર તારક મહેતા શો જ નથી, પરંતુ તે તેની ફેશન બ્રાન્ડ્સ, શો અને સ્પોન્સર પાસેથી પણ કમાણી કરે છે.
આ શોમાં તેની સાદગીથી દર્શકોનું દિલ જીતનાર અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. રીલ લાઇફમાં પાપડ અને અથાણાં બનાવવાની શોખીન સોનાલીકા ઘણી વખત તેના ઇન્સ્ટાગ્રામ પર તેની સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. સિગારેટ પીતી તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
સોનલિકાએ 5 એપ્રિલ 2004 ના રોજ સમીર જોશી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દીકરી છે. જેનું નામ આર્યા જોશી છે. અભિનય ઉપરાંત માધવી ભાભીને મુસાફરીનો ખુબ શોખ છે.
સોનાલિકા મોંઘા ગાડીઓની પણ શોખીન છે. તેની પાસે એમજી હેક્ટર, સ્વંકી મારુતિ અને ટોયોટા ઇટીયોસ જેવા ખર્ચાળ ગાડીઓ છે.
સોનલિકા જોશીએ સ્કૂલનું શિક્ષણ મિરાન્ડા હાઇસ્કૂલ કોલકાતાથી કર્યું છે. આ પછી તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું. તેમણે ઇતિહાસમાં બી.એ. કર્યું છે. સોનાલિકાએ ફેશન ડિઝાઇનિંગ અને થિયેટરની ડિગ્રી પણ લીધી છે.
તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં માધવી ભીડેનું પાત્ર ભજવતાં પહેલાં તે વારસ સરેચ સરસ અને ઝુલુક જેવી મરાઠી સિરિયલોમાં પણ જોવા મળી છે. જોકે, તેને ઓળખ તારક મહેતા સિરિયલથી મળી.
સિરિયલમાં અલગ અલગ પ્રકારની સાડીઓમાં જોવા મળતી સોનાલિકા પોતાની સાદગી અને બોલતા સ્વર માટે પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય છે.