ઘરમાં સવાર-સાંજ આ પાંચ વસ્તુઓનો ધૂપ કરો, ગરીબી અને ખરાબ શક્તિઓ ભાગશે દૂર..
પૂજા પાઠ દરમિયાન ધૂપ કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. જેમાં મુખ્યત્વે સળગતા કોલસામાં કેટલીસ ખાસ વસ્તુ નાંખી ધુમાડો કરવામાં આવે છે. ત્યારબાદ આ ધૂપને ઘરમાં ફેલાવવામાં આવે છે. હવે એ તમારા નિર્ભર કરે છે કે, તમારે કંઈ વસ્તુનો ધૂપ કરવો.
હિન્દુ ધર્મમાં ષોડશાંગમાં 16 પ્રકારના અલગ અલગ ધૂપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનાં નામ આગર, તાગર, કપુર, નાગરમાથા, ચંદન, રક્તપિત્ત, શૈલજ, નખનાખી, મુશીર, જટામાંસી, શિર્ક, ઇલાઇચી, તાજ, તાલિ, સદલન અને ગુગળ છે. આ ધૂપ દરરોજ ઘરને આપવામાં આવે તો ઘરની હવા શુદ્ધ થઈ જાય છે અને ઘરના સૂક્ષ્મજંતુઓ પણ મરી જાય છે.
કપૂરનો ધૂપ

પૂજા પાઠ દરમિયાન કપૂરનો ઉપયોગ ઘણીવાર થાય છે. આ સુગંધિત પદાર્થને સળગાવવાથી વાતાવરણ પણ સુગંધિત થઈ જાય છે. રોજ સવારે અને સાંજે કપૂરનો ધૂપ આપવાથી દેવદોષ અને પિતૃદોષ દૂર થાય છે. આ સિવાય ઘરમાંથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે.
ગુગળનો ધૂપ

ગુગળની સુગંધ ખુબ મીઠી હોવાથી તેમનો ઉપયોગ સુગંધ, અત્તર તેમજ ઔષધિ બનાવવામાં પણ થાય છે. જોતેને આગમાં બાળવામાં આવે, તો આસપાસના વાતાવરણમાં તેની મોહક સુગંધ આવે છે. જો તમે ઘરમાં સતત 7 દિવસ સુધી શુદ્ધ ગુગળનો ધૂપ કરો છો, તો પછી ઘરમાં હાજર તમામ પ્રકારના દોષો દૂર થાય છે. આનાથી ઘરેલું તકરાર પણ શાંત થાય છે. અને અનેક પ્રકારની પરેશાનીઓમાંથી છૂટકારો મળે છે.
ગોળ-ઘીનો ધૂપ

ગોળ અને ઘી ભેળવીને ધૂપ કરવાથી વાતાવરણ સુગંધિત બને છે. તેની ઉપર તમે રાંધેલા ચોખા પણ મૂકી શકો છો. તે તમારા મન અને મસ્તિષ્કને શાંત કરે છે. આનાથી તણાવમાં રાહત મળે છે. ઘરમાં કોઈ પણ ઝઘડા થતા નથી. આ રીતે, શાંત વાતાવરણ વાળા ઘરે માતા લક્ષ્મીજીનું આગમન થાય છે. દેવદોષ અને પિતૃદોષ નાબૂદ કરવા માટે દિવસમાં એક વખત ગોળ-ઘીનો ધૂપ અવશ્ય આપવો જોઈએ.
લોબાનનો ધૂપ

કોલસા પર લોબાન સળગાવવાથી ઘર સુગંધિત બને છે. આને કારણે, ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માં વધારો થાય છે. તે પારલૌકિક શક્તિઓને પોતાના તરફ આકર્ષે છે. આના લીધે નિષ્ણાતની સલાહ લીધા બાદ જ તેનો ઉપયોગ ઘરે કરવો જોઈએ.
નકારાત્મકતા શક્તિઓને દૂર કરવા માટે વિશેષ ધૂપ

જો ઘરમાં નકારાત્મક શક્તિઓ નો વાસ છે, તો તે આ વિશેષ ધૂપથી ભાગી જશે. આ માટે પીળી હળદર ગુગળ, લોબાન, ગૌધૃતનું મિશ્રણ કરીને તૈયાર કરો. હવે સૂર્યાસ્ત પછી, આ મિશ્રણને નાખીને ધૂપ આપો. તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. 21 દિવસ સુધી આ ઉપાય સતત કરતા રહો. ઘરની બધી નકારાત્મક શક્તિઓ દૂર ભાગશે.