જાણો ક્યારે છે શનિ જયંતિ? શનિદેવ ને પ્રસન્ન કરવાના ઉપાય, પૂજા મૂહર્ત તેમજ તેનું મહત્વ

હિન્દુ કેલેન્ડર અનુસાર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જે લોકો સારા કાર્યો કરે છે. તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમના પર હંમેશા શનિદેવની કૃપા રહે છે. જ્યારે શનિદેવ ખરાબ કર્મો કરનારાઓને કડક સજા આપે છે. શનિદેવની દુષ્ટ દ્રષ્ટિને લીધે વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
હિન્દુ ધર્મમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે પૂજાવિધિનું વર્ણન કરવામાં આવ્યા છે. જ્યારે શનિ જયંતિ પર શનિદેવની વિધિવિધાન સાથે પૂજા કરવામાં આવે છે, ત્યારે શનિદેવના આશીર્વાદ ભક્ત પર રહે છે. પંચાંગ મુજબ શનિ જયંતિ દર વર્ષે જયેષ્ઠ માસની અમાવસ્યા પર ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે શનિ જયંતિ 10 જૂને ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવની વિધિ પૂર્વક પૂજા કરવાથી તેના દુષ્પ્રભાવો ઓછા થઈ શકે છે.
શનિ જયંતિ પર બની રહ્યો છે બે શુભ યોગ
જ્યોતિષની ગણતરી મુજબ, વર્ષ 2021 માં શનિ જયંતિના દિવસે શૂલ અને ધૃતી યોગની રચના થઈ રહી છે. આ યોગો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ શુભ યોગમાં શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવે છે. શૂલ અને ધૃતી યોગ જેવા શુભ યોગમાં કરવામાં આવેલ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.
શનિ જયંતિ શુભ સમય
જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિ 9 જૂન બપોરે 1:57 થી શરૂ થશે, જે 10 જૂને બપોરે 04: 22 વાગ્યે સમાપ્ત થશે.
શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય
શનિ દોષથી પીડિત વ્યક્તિએ દરેક શનિવારે શનિદેવનો મંત્ર ‘ऊं प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:’ નો જાપ કરવો જોઈએ.
શનિવારે સવારે સ્નાન કર્યા પછી પીપળના ઝાડને પાણી ચઢાવવું જોઈએ અને સાંજે દીવો પ્રગટાવો શુભ માનવામાં આવે છે.
શનિ દોષને શાંત કરવા દરરોજ મહામૃત્યુંજય મંત્ર અથવા ‘ॐ नमः शिवाय’ ના જાપ અને સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. જેના કારણે શનિદેવ પ્રસન્ન થાય છે.
શનિદેવના આશીર્વાદ મેળવવા માટે વ્યક્તિએ શનિવારે વ્રત રાખવું જોઈએ.
શનિદેવને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ.