કોઈ વૈભવી મહેલથી ઓછું નથી દિયા મિર્જાનું મુંબઈ વાળું ઘર, પહેલીવાર સામે આવી ઘરની તસવીરો

બોલિવૂડની અભિનેત્રી દિયા મિર્ઝા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. આ દિવસોમાં તે તેની ગર્ભાવસ્થાની મજા માણી રહી છે. આ સાથે દિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને પોતાની સાથે જોડાયેલી નવી નવી અપડેટ્સ આપતી રહે છે. દિયાના લગ્ન પણ તેના જેમ ઘણા ચર્ચામાં રહ્યા હતા.
દિયાએ જીરો વેસ્ટ પોલિસી સાથે લગ્ન સંપન્ન કાર્ય હતા અને બિલ્ડિંગ કોમ્પ્લેક્સના ગાર્ડનમાં જ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મહિલા પૂજારીએ તેમના લગ્નની વિધિઓ પૂર્ણ કરી હતી અને સદીઓથી ચાલી આવતી સામાજિક પરંપરાને તોડી નાખી હતી.
ચાહકો આનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આ કામ માટે દિયાની ખૂબ જ પ્રશંસા પણ કરવામાં આવી હતી. દિયા પોતે પર્યાવર પ્રેમી છે અને તેની અસર તેના ઘરે પણ દેખાય છે. દિયાના ઘરે ઘણી બધી હરિયાળી જોવા મળે છે. મુંબઈમાં હાલનું દિયા મિર્ઝા ઘર પણ ખૂબ જ રસપ્રદ અને સુંદર છે. ચાલો એક નજર કરીએ દિયા મિર્ઝાના શેર કરેલા ઘરની કેટલીક તસવીરો પર.
દિયા મિર્ઝા ઘણી વખત તેના મુંબઇના ઘરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. દિયા મિર્ઝા શરૂઆતથી જ પર્યાવરણમિત્ર એવી ચીજોનો ઉપયોગ કરવાની હિમાયત કરી રહી છે. તેના ઘરે લાકડાનું ફ્લોરિંગ છે. જે બરાબર તમને એવો જ અહેસાસ કરાવે છે.
દિયાએ તેના ઘરની લાઇટિંગ પર પણ ખૂબ ધ્યાન આપ્યું છે. મોટા મોટા લેમ્પ અને બલ્બ તેમના ઘરને સુંદર બનાવે છે. દિયાએ તેના ઘરની દિવાલોને સફેદ રંગથી રંગી છે જે બતાવે છે કે દિયાને શાંતિ ગમે છે.
દિયાને ઝાડ અને છોડ ખૂબ જ ગમે છે અને આ જ કારણ છે કે તેના ઘરે ઘણા બાલ્કની ગાર્ડન છે. જ્યાં વિવિધ પ્રકારના છોડ લગાવવામાં આવ્યા છે.
દિયાએ તેના ઘરના દરેક ખૂણાને ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે. તેણે સીડી નજીક પોતાનું એક નાનું લાઈબ્રરી બનાવી છે. દિયાને પુસ્તકો વાંચવાનું ખુબ જ પસંદ છે. આ જ કારણ છે કે તેના ઘરે પુસ્તકોનો વિશેષ શેલ્ફ બનાવવામાં આવ્યો છે. જ્યાં ઘણા બધા પુસ્તકો રાખવામાં આવ્યા છે.