જુહી ચાવલા લઈને શિલ્પા શેટ્ટી સુધી,આ પાંચ અભિનેત્રીઓ ઉદ્યોગપતિઓ સાથે લગ્ન કરીને રાતોરાત બની હતી કરોડોની માલકિન

જુહી ચાવલા લઈને શિલ્પા શેટ્ટી સુધી,આ પાંચ અભિનેત્રીઓ ઉદ્યોગપતિઓ સાથે લગ્ન કરીને રાતોરાત બની હતી કરોડોની માલકિન

બિઝનેસ દુનિયા અને બોલિવૂડ વચ્ચેનો સંબંધ વર્ષો પુરાનો છે. મોટા ઉદ્યોગપતિઓ સાથે બોલિવૂડ સ્ટાર્સની મિત્રતા પહેલેથી ચાલતી આવે છે. જોકે, બિઝનેસ જગત અને બોલિવૂડમાં મિત્રતા સિવાય પ્રેમના આવા કેટલાક સંબંધો પણ ઉભરી આવ્યા જે પાછળથી સાત ફેરામાં ફેરવાઈ ગયા હતા. એવી ઘણી બોલિવૂડની અભિનેત્રીઓ છે, જેમણે ફિલ્મો સિવાય આ પ્રખ્યાત વ્યક્તિત્વમાં પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો. પછી ભલે તે ટીના મુનિમનો અનિલ અંબાણી પ્રત્યેનો પ્રેમ હોય કે શિલ્પા શેટ્ટીનો રાજ કુન્દ્રા પ્રત્યેનો પ્રેમ હોય.

જૂહી ચાવલાએ 1995 માં જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જુહીના પતિ જય મહેતા મલ્ટીનેશનલ કંપની મહેતા ગ્રુપનો માલિક છે. બે સિમેન્ટ કંપનીઓ પણ તેની છે.

શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે. રાજ કુંદ્રા લંડનમાં ભારતીય મૂળના એક ઉદ્યોગપતિ છે. 2004 માં તેમણે બ્રિટનના 198 સૌથી ધનિક લોકોની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. 2009 માં તેણે શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.

ટીના મુનિમે વર્ષ 1991 માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા હતા. આજના સમયમાં અંબાણી પરિવાર દેશનો સૌથી ધનિક પરિવાર છે.

ગજિની ફેમ અસિને વર્ષ 2016 માં રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. રાહુલ માઇક્રોમેક્સનો સહ-સ્થાપક છે.

શાહરૂખ ખાન સાથે ફિલ્મ સ્વદેશથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી ગાયત્રી જોશીના લગ્ન વિકાસ ઓબેરોય સાથે થયા છે. વિકાસ ઓબેરોય સમગ્ર વિશ્વમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તે મુંબઇમાં રીઅલ એસ્ટેટ કંપની ચલાવે છે. માહિતી અનુસાર 46 વર્ષના વિકાસની કુલ સંપત્તિ 6 1.6 અબજ (10 હજાર કરોડથી વધુ) છે. ગાયત્રી પોતાના પતિનો ધંધો વધારવા માટે સમર્થન કરી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *