ખૂબ જ ચમત્કારિક છે મહામૃત્યુંજય મંત્ર, જાણો આ મંત્રના જાપ કરવાના ફાયદા

ખૂબ જ ચમત્કારિક છે મહામૃત્યુંજય મંત્ર, જાણો આ મંત્રના જાપ કરવાના ફાયદા

મહામૃત્યુંજય મંત્ર એક શ્લોક છે. જેનું વર્ણન આપણને ઋગ્વેદ માં મળે છે. ઋગ્વેદ માં આ મંત્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. ઋગ્વેદ અનુસાર આ મંત્રનો જાપ કરવાથી મૃત્યુથી પણ બચી શકાય છે અને મૃત્યુ ટળી જાય છે.

આ મંત્ર દ્વારા આપણે ભગવાન શિવ પાસેથી સ્વસ્થ જીવનની ઇચ્છા કરીએ છીએ. ઋગ્વેદમાં ત્રણ પ્રકારનાં મૃત્યુંજય મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનું નામ મહામૃત્યુંજય મંત્ર, સંપુટયુક્ત મહામૃત્યુંજય મંત્ર અને લઘુ મહામૃત્યુંજય મંત્ર છે.

|| महा मृत्‍युंजय मंत्र ||
ॐ त्र्यम्बक यजामहे सुगन्धिं पुष्टिवर्धन्म। उर्वारुकमिव बन्धनामृत्येर्मुक्षीय मामृतात् !!

||संपुटयुक्त महा मृत्‍युंजय मंत्र ||
ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्‍बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्‍धनान् मृत्‍योर्मुक्षीय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हौं ॐ !!

||लघु मृत्‍युंजय मंत्र ||
ॐ जूं स माम् पालय पालय स: जूं ॐ। किसी दुसरे के लिए जप करना हो तो-ॐ जूं स (उस व्यक्ति का नाम जिसके लिए अनुष्ठान हो रहा हो) पालय पालय स: जूं ॐ।

ખુબ જ પ્રભાવશાળી છે આ મંત્ર

મહામૃત્યુંજય મંત્ર ખુબ જ ચમત્કારી મંત્ર છે. આ મંત્રના જાપ કરવાથી અકાળ મૃત્યુને પણ રોકી શકાય છે. આ મંત્રને ઘણો પ્રભાવશાળી માનવામાં આવે છે અને આ મંત્રના જાપ કરવાથી ઘણા પ્રકારના આપણને લાભ મળે છે. શાસ્ત્રોમાં મહામૃત્યુંજય મંત્ર વિષે ઘણું વર્ણન કરવામાં આવ્યું છે કે આ મંત્રના જાપ કરવાથી વ્યક્તિને ઘણા પ્રકારની તકલીફોમાંથી મુક્તિ મળે છે.

આ મંત્ર ફક્ત વાંચવાથી રોગ દુર થઇ જાય છે. જીવનમાં આવનારી મુશ્કેલી પણ ટળી જાય છે. મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી દરેક મનોકામનાઓ પુરી થઈ શકે છે અને ઘણા પ્રકારની પરિસ્થિતિમાં આ મંત્રના જાપ કરવો લાભદાયક છે. તો ચાલો આપણે  જાણીએ આ મંત્રના જાપ કઈ કઈ પરિસ્થિતિઓમાં કરી શકાય છે.

આ પરિસ્થિતિઓમાં કરો મહામૃત્યુંજય મંત્રના જાપ

જો તમને પૈસાની આવી રહી છે, તો તમે મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. આ મંત્રના જાપ કરવાથી ધનમાં નુકશાની થતી નથી.

કોઈ પ્રકારના રોગ થવા પર જો મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવે તો આ રોગ એકદમ ઠીક થઇ હાય છે અને રોગોમાથી સંપૂર્ણ મુક્તિ મળે છે.

જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે તો મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવે તો તકલીફમાંથી જલ્દી છુટકારો મળી જાય છે.

મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી સંતાન પ્રાપ્તિ સરળતાથી થઇ જાય છે. એટલા માટે જે લોકોને સંતાન નથી. તે લોકોએ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાનું શરુ કરી દેવું જોઈએ.

જો તમને ખરાબ સપના આવે છે. તો આ મંત્રના જપ કરવામાં આવે તો ખરાબ સપના આવવાનું બંધ થઇ જાય છે.

ઘરમાં ઝગડા થતા હોય તો તમે આ મંત્રના જાપ કરવાના શરુ કરી દો. મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી ઘરના ઝગડા દુર થઇ જાય છે અને ઘરમાં હંમેશા શાંતિ જળવાઈ રહે છે.

જો તમને ખરાબ સપના આવે છે. તો આ મંત્રના જપ કરવામાં આવે તો ખરાબ સપના આવવાનું બંધ થઇ જાય છે.

આ મંત્રનો જાપ તમારે કેટલી વાર કરવો જોઈએ

મહામૃત્યુંજય મંત્રના જાપ તમે તમારી તકલીફો અનુસાર કરો. સામાન્ય રીતે આ મંત્રના જાપ ઓછામાં ઓછા 108 વખત કરવા ઉત્તમ માનવામાં આવે છે. અને તકલીફો અનુસાર આ મંત્રના જાપ હજાર વખત પણ કરવામાં આવે છે.

અકાળે મૃત્યુથી બચવા માટે પણ આ મંત્રના જાપ સવા લાખ વખત કરવો જોઈએ.

સંતાન પ્રાપ્તિ માટે તમે આ મંત્રના જાપ સવા લાખ વખત કરો.

કોઈ રોગથી બચવા માટે કે કોઈ રોગમાંથી છુટકારો મેળવવા માટે આ મહામૃત્યુંજય મંત્રના જાપ 11000 વખત કરો.

કેવી રીતે કરવા જોઈએ મહામૃત્યુંજય મંત્રના જાપ

મહામૃત્યુંજય મંત્રના જાપ કરતી વખતે ઘણી વિશેષ  બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ મંત્રના જાપ માત્ર રુદ્રાક્ષની માળા ઉપર જ કરવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્ર જાપ કરવા સાથે જોડાયેલી વિધિ નીચે મુજબ છે.

મહામૃત્યુંજય મંત્રના જાપ તમે સોમવારના દિવસથી શરુ કરો. કારણ કે સોમવારનો દિવસ ભગવાન શિવજી સાથે જોડાયેલો છે અને સોમવારે આ મંત્રના જાપ કરવાથી વધુ લાભ મળે છે.

મહામૃત્યુંજય મંત્રના જાપ સવારના સમયે જ કરવા જોઈએ. 12 વાગ્યા પછી આ મંત્રના જાપ ન કરવા જોઈએ. કારણ કે 12 વાગ્યા પછી આ મંત્રના જાપ કરવાથી આ મંત્ર સાથે જોડાયેલા લાભ મળતા નથી.

આ મંત્રના જાપ કરતા પહેલા ભગવાન શિવની પૂજા કરો અને આ મંત્રના જાપ કરવાનો સંકલ્પ કરો. સંકલ્પ લીધા પછી તમે આ મંત્રના જાપ કરવાના શરુ કરી દો.

આ મંત્રના જાપ તમે રુદ્રાક્ષની માળા પર 11 વખત કરો અને આવી રીતે 90 દિવસ સુધી આ મંત્રના જાપ દરરોજ કરતા રહો. દરરોજ આ મંત્રના જાપ કરતા પહેલા તમે તમારા ઘરમાં ભગવાન શિવજી સામે એક ઘી નો દીવડો પ્રગટાવો અને આ દીવડાને પ્રગટાવ્યા પછી જ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાના શરુ કરો.

આ મંત્રના જાપ પૂર્ણ કર્યા પછી તમે એક હવન જરૂર કરાવો અને જો હવન ન કરાવી શકે તે  લોકો આ મંત્રના જાપ 25000 વખત કરો.

આ મંત્રના જાપ પૂર્ણ થતા જ તમને તેની અસર તમારા જીવનમાં જોવા મળશે અને તમારી રક્ષા ખુદ ભગવાન શિવજી દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને જયારે આ મંત્રના જાપ કરીએ છીએ, તો આપણે ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ કે તે અમને એક સારૂ અને સ્વસ્થ જીવન આપે.

આ બાબતોનું ધ્યાન રાખો

આ મંત્રના જાપ કરતી વખતે તમે આ મંત્રના શબ્દોના ઉચ્ચારણ સાચું જ કરો.

જો તમારાથી મહામૃત્યુંજય મંત્રના ઉચ્ચારણમાં ભૂલ થઇ જાય છે. તો તમે આ મંત્રના જાપ કર્યા બાદ 21 વખત ગાયત્રી મંત્રના જાપ કરી લો. આમ કરવાથી આ મંત્રના ઉચ્ચારણમાં જે ભૂલ તમારાથી થઇ છે. તેને ભગવાન માફ કરી દેશે.

આ મંત્રના જાપ કરતા પહેલા અને મંત્રના જાપ પુરા થયા પછી ભગવાન શિવનું નામ અવશ્ય લો.

admin