આર માધવનની પત્ની સરિતા કોઈ હિરોઈનથી ઓછી નથી, લાઇમલાઈટથી દૂર આ ક્ષેત્રમાં કમાઈ રહી છે નામ..

બોલિવૂડના જાણીતા અભિનેતા આર માધવન નો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 1 જૂન 1970 માં ઝારખંડના જમશેદપુરમાં થયો હતો. તેમનું પૂરું નામ રંગનાથન માધવન છે. જેમાં ‘રંગનાથન’ તેમના પિતાનું નામ છે.
માધવને મુંબઈની કેસી કોલેજમાંથી પબ્લિક સ્પીકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે એક શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ફિલ્મોમાં જોડાતા પહેલા આર માધવને ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ છે.
મેડ્ડી ના નામથી થયા લોકપ્રિય
માધવને ‘રંગ દે બસંતી’, ‘3 ઇડિયટ્સ’, ‘તનુ વેડ્સ મનુ’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ માં પણ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. આ તેમની યાદગાર ફિલ્મો છે. આ સિવાય તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સાઉથમાં માધવન ના ઘણા ચાહકો છે. બોલિવૂડ ચાહકો તેને મેડીના નામથી ઓળખે છે. માધવન વિશે તમે ઘણું બધું જાણતા હોશો, પરંતુ આજે અમે તેની પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
માધવને મુખ્ય અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે દિયા મિર્ઝા જોવા મળી હતી. માધવન ઓછી ફિલ્મો કરે છે પરંતુ તેના ચાહકોની કોઈ કમી નથી. માધવને વર્ષ 1999 માં સરિતા બિરજે સાથે સાત ફેરા લીધા હતા. પરંતુ લગ્ન સુધી આ સંબંધ કેવી રીતે પહોંચ્યો તેની કહાની ખુબ જ રસપ્રદ છે.
તમને જણાવી દઈએ કે બંનેની પહેલી મુલાકાત 1991 માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થઈ હતી. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી માધવ કમ્યુનિકેશન અને પબ્લિક સ્પીકિંગના ક્લાસ લેવાનું શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન તે સરિતાને મળ્યો હતો. વર્ગો પછી સરિતાને એર હોસ્ટેસની નોકરી મળી ગઈ અને પછી એક દિવસ તે માધવનનો આભાર માનવા આવી. સરિતાએ તેને ડિનર માટે પૂછ્યું અને આમ તે બંને મિત્રો બની ગયા.
પોતાના સંબંધ વિશે એક ઇન્ટરવ્યુ દરમિયાન માધવને કહ્યું હતું કે ‘સરિતા મારી વિદ્યાર્થી હતી. તેણે મને એક દિવસ ડિનર માટે પૂછ્યું. હું એક સાવલો છોકરો હતો, તેથી મેં વિચાર્યું કે આ મારા માટે એક તક છે. ધીરે ધીરે અમે મિત્રો બન્યા અને મેં તેને પસંદ કરવાનું શરૂ કર્યું. મેં આ સંબંધને આગળ વધવા દીધો.
લગભગ આઠ વર્ષ ડેટિંગ કર્યા પછી આ દંપતીએ 1999 માં લગ્ન કર્યા. તેમના લગ્ન પરંપરાગત તમિળ શૈલીમાં થયા. તેમને એક પુત્ર વેદાંત છે. જેનો જન્મ વર્ષ 2005 માં થયો હતો. બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે. માધવન પણ તેના દીકરા સાથે ઘણી તસવીરો શેર કરતો રહે છે. માધવનની પત્ની લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેની ઓસ્ટ્રિયામાં કપડાંનો શો રૂમ છે. આ સિવાય તે ફ્લાઇટ એટેન્ડન્ટ પણ રહી ચૂકી છે.