બે બહેનોના એકના એક ભાઇનું માર્ગ અકસ્માત દરમિયાન મોત, વ્હાલસોયાની વિદાયથી આખો પરિવાર આઘાતમાં

બે બહેનોના એકના એક ભાઇનું માર્ગ અકસ્માત દરમિયાન મોત, વ્હાલસોયાની વિદાયથી આખો પરિવાર આઘાતમાં

પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના એકના એક દીકરાનું ગઇ કાલે સાંજ સમયે ઊંઝા હાઇવે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા માર્ગ પર માર્ગ અકસ્માત દરમિયાન મોત થયું છે. હાલમાં મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

આ અકસ્માતના બનાવની માહિતી મુજબ, પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને અંબાજી નેળીયા વિસ્તારના રહવાસી જસીબેન સીતારામ ભાઈ પટેલનો 25 વર્ષીય દીકરો વિશ્વ પટેલ ગઇ કાલે સાંજના સમયે સ્વીફ્ટ ડિઝાયર કાર (ગાડી નં G-J-24-K-3996) લઈને ઊંઝા હાઇવે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ગાડીના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડ સાઈડ આવેલા ઝાડ સાથે અથડાતા ગંભીર ઈજાઓના કારણે વિશ્વ પટેલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૃતક વિશ્વ પટેલ બે બહેનોનો એકનો એક ભાઇ હતો.

આ બનાવને પગલે હાઇવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો તેમજ ખેતરોમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને અકસ્માતની જાણ કરતા તે પણ ધટના સ્થળે દોડી આવતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટના અંગે મૃતકનાં પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

બે બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો.

મૃતક 25 વર્ષીય વિશ્વ પટેલ કોર્પોરેટરનો એકનો એક દીકરો હતો. આ ગોઝારા અકસ્માતમાં બે બહેનોએ પોતાનો એકનો એક ભાઇ ગુમાવ્યો છે. જ્યારે મૃતક વિશ્વ પટેલ એક પાટીદાર એકતા સમિતિનો ખુબ જ સક્રિય સભ્ય પણ હતો. ડિપ્લોમા પૂર્ણ કરી પોતાના ઘરની પાસે કારીયાણાની દુકાન પર બેસતો હતો. કોરોના મહામારી દરમિયાન પાટીદાર એકતા સમિતિએ 15 દિવસ માટે શરૂ કરેલ હોસ્પિટલમાં મોસંબી જ્યુસ વિતરણમાં પણ તે સક્રિય હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *