મુંબઈના રસ્તા પર ‘મસ્તાની’ બની પતિ રિતેશને શોધવા નીકળી રાખી સાવંત, જુઓ વિડીયો દ્વારા શું કહેતી આવી નજર..

ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત જાણે છે કે ખબરોમાં કેવી રીતે રહેવું. રાખી લોકોનું ધ્યાન પોતાન તરફ આકર્ષિત કરવામાં નિષ્ણાત છે. આ વખતે પણ આવું જ કંઈક થયું. રાખી એક ખાસ ગેટઅપમાં મુંબઇના રસ્તાઓ પર ભટકતી જોવા મળી હતી. રાખી આવું એટલા માટે કરી રહી હતી કારણ કે તેને તેના પતિ રિતેશને મળવું હતું, રાખી ઘણા વર્ષોથી રિતેશને મળી નથી. રાખીના આ વીડિયો પર લોકો તેને ટ્રોલ પણ કરી રહી છે.
મસ્તાની લુકમાં રાખીનો વીડિયો
View this post on Instagram
રસ્તાઓ પર ભટકતી રાખીએ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ માંથી મસ્તાનીનો લુક અપનાવ્યો હતો. તે એમ પણ કહેતી હતી કે તે બાજીરાવની શોધમાં છે. તેને રિતેશને મળવાનો એક મોકો મળ્યો હતો પણ તે પણ થઈ શક્યો નહીં. વીડિયોમાં રાખીએ કહ્યું કે ‘ના વેક્સીન મળી રહી છે, કે ના કપડાની દુકાનો ખુલ્લી રહી છે. તેથી હું ભટકી રહી છું. ન તો મુંબઈ ખુલ્લી રહ્યું છે, ન લોકડાઉન હટી રહ્યું છે, હું ખૂબ જ પરેશાન છું. તેથી આજે હું ખૂબ જ દુઃખી છું.
પતિ રિતેશ વિશે કહી આ વાત
રાખીએ વધુમાં કહ્યું હતું કે, હું ખતરો કે ખિલાડી માં જઇ શકી નહીં. લગ્ન થયેલા હોવા છતાં પણ મારા પતિ મને મળી રહ્યા નથી. મને એક શો મળ્યો હતો ‘નચ બલિયે’ તે પણ હવે બંધ થઈ રહ્યો છે. એક તક હતી મારા પતિને મળવાનું ‘નચ બલિયે’ એ દ્વારા એ પણ સમાપ્ત થઈ ગઈ, હવે હું ક્યારેય મારા પતિને મળી શકીશ નહીં. તેઓ બરફમાં બેસીને ખબર નહિ કયો ગોળો ખાઈ રહ્યા છે. હું મારા બાજીરાવને શોધી રહી છું.