બોલિવૂડની આ ટોપની અભિનેત્રીઓ મેકઅપ વિના લાગે છે કઈક આવી, દીપિકાથી લઈને કરીના સુધી છે શામિલ..

બોલિવૂડની આ ટોપની અભિનેત્રીઓ મેકઅપ વિના લાગે છે કઈક આવી, દીપિકાથી લઈને કરીના સુધી છે શામિલ..

બોલિવૂડની અભિનેત્રીઓ ફેશનની બાબતમાં લાખો છોકરીઓ માટે પ્રેરણારૂપ બની રહે છે. બોલિવૂડ અભિનેત્રીઓની સુંદરતા દરેક લોકો જાણે છે. જો કે, તમે ક્યારેય મેકઅપ વિના તમારી પ્રિય અભિનેત્રીને જોઈ છે. જો નહીં, તો ચાલો આજે અમે તમને હિન્દી સિનેમાની કેટલીક અભિનેત્રીઓનો મેકઅપ વિનાનો લૂક બતાવીએ.

અનુષ્કા શર્મા

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્માને પ્રથમ નજરમાં જોતાં તમે સમજી નહીં શકો કે આ અનુષ્કા છે. હા સાચું સાચું આ અનુષ્કા છે. કોઈ મેકઅપ કર્યા વગર આવી દેખાઈ છે તમારી મનપસંદ અનુષ્કા શર્મા. જો કે, મેકઅપ કર્યા વિના પણ તેની ત્વચા ખૂબ જ ચમકતી લાગે છે.

દીપિકા પાદુકોણ

આ તસવીરમાં તમને આજની સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રી દીપિકા પાદુકોણ જોવા મળશે. તમે ઘણી વાર દીપિકાને સુંદર શૈલીમાં જોઈ હશે. આ સમયે તેનો નો મેકઅપ વિનાનો લુક પણ જુઓ. શાયદ તમને ન ગમે. દીપિકાની અસલ ત્વચા ટોન ડસ્કી છે.

કાજોલ

હવે વાત કરીએ 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી કાજોલની. કાજોલે ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. હવે એકવાર તમે તેમને મેકઅપ વગર જોઈ લો. તમને જણાવી દઈએ કે, કાજોલની પણ ત્વચા ટોન ડસ્કી છે. આ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

કંગના રાણાઉત

પ્રખ્યાત અભિનેત્રી કંગના રાનાઉત હંમેશાં તેના અભિનય અને ફિલ્મોની સાથે સ્પષ્ટતાવાળા નિવેદનો માટે જાણીતી છે. કંગના રાનાઉત મેકઅપ વિના બહુ સારી દેખાતી નથી. તમે પણ આવું મેકઅપ વિનાની તસવીર જોઈને કહેશો.

કરીના કપૂર ખાન

હિન્દી સિનેમાની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાની કરીના કપૂર ખાન પણ અગ્રણી સ્થાન ધરાવે છે. લગભગ 20 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહેલી કરીના ઘણીવાર તેની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. તમે પણ કરીનાની સુંદરતાની ઘણી વખત પ્રશંસા કરી હશે. પરંતુ એકવાર તમે તેના મેકઅપ વગરની તસવીર પર એક નજર કરો.

પ્રીતિ ઝિન્ટા

હવે વાત કરીએ હિન્દી સિનેમાની ડિમ્પલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિન્ટા વિશે. પ્રીતિએ તેની સુંદરતાથી ઘણાને દિવાના કરી દીધા છે. પ્રીતિની સુંદરતા માત્ર મેકઅપની સાથે જ નહીં પણ મેકઅપ વિના પણ જોવા મળે છે.

સારા અલી ખાન

બોલિવૂડની અભિનેત્રી અને અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન ઘણી વાર ચર્ચામાં રહે છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની સુંદર તસવીરોથી ભરેલું છે. આ સમયે તમે તેનો મેકઅપ વિનાનો લૂક પણ જોઈ લો.

પ્રિયંકા ચોપડા

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી દુનિયામાં નામના મેળવનારી લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરાના મેકઅપ વિનાના લુક પર એક નજર કરીએ. મેકઅપમાં ખુબ જ સુંદર લાગતી પ્રિયંકા વિના મેકઅપમાં કેવી લાગે છે તે તમને તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

શ્રદ્ધા કપૂર

પોતાની ક્યુટનેસ અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનાર અભિનેત્રી અને શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂર મેકઅપ વગર કઈક આવી દેખાઈ છે.

તપસી પન્નુ

હિંદી સિનેમાથી લઈને સાઉથ ભારતીય ફિલ્મોમાં પોતાની અભિનય અને સુંદરતાથી નામ કમાઈ ચૂકેલી અભિનેત્રી તાપ્સી પન્નુ મેકઅપ કર્યા વિના બહુ સારી દેખાતી નથી. આ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *