મુશ્કેલ સમયમાં સબંધીઓએ ફેરવી લીધું મોઢું, બંને દીકરીઓએ અશ્રુભીની આંખે અર્થીને આપી કાંધ, ભારે હૈયે આપી મુખાગ્નિ..

મુશ્કેલ સમયમાં સબંધીઓએ ફેરવી લીધું મોઢું, બંને દીકરીઓએ અશ્રુભીની આંખે અર્થીને આપી કાંધ, ભારે હૈયે આપી મુખાગ્નિ..

હાલમાં ચાલી રહેલી મહામારીએ લીધે ઘણા પરિવારનો વેર વિખેર કરી દીધા છે. અમુકના ઘરના વડીલ તો કોઈના ઘરના બાળકોને છિનવાઈ ગયા છે. જ્યારે અમુક જગ્યાએ તો આખા પરિવાર જ સાફ થઈ ગયો છે એવી ઘણી ઘટનાઓ વિશે આપણે સાંભળ્યું હશે. આ દરમિયાન હાલમાં એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો હતો.

પિતાનું નિધન થતાં તેમના અંતિમ સંસ્કાર માટે દીકરીઓએ સંબંધીઓ પાસે મદદ માંગી હતી. જોકે સંબંધીઓ એ મોઢું ફેરવી લઈને આવવાનો ઈનકાર કર્યો હતો. બીજી બાજુ હિંમત હાર્યા વિના બંને દીકરીઓ એ પિતાની અર્થીને કાંધ આપી અને અશ્રુભીની આંખે દીકરા તરીકેની ફરજ પુરી કરી પિતાના અંતિમ સંસ્કાર કર્યા છે.

ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના દુદ્ધી ગામમાં રહેતા અને પેઈન્ટરનું કામ કરતાં 65 વર્ષીય ઉમાશંકર તિવારી દુર્ઘટનામાં ઘાયલ થતાં છેલ્લાં આઠેક મહિનાથી પથારીવશ હતા. આ દરમિયાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, તેમની તબિયત વધારે ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેણે રવિવાર સવારે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

65 વર્ષીય ઉમાશંકરના નિધન થતા બંને દીકરીઓ રત્ના અને સપના તેમજ ઉમાશંકરની પત્ની સરોજાદેવીની હાલત રડી રડી ને ખરાબ થઇ ગઈ હતી. ઉમાશંકરના નિધનના સમાચાર દીકરીઓએ જ્યારે સંબંધીઓને આપ્યા ત્યારે કોઈ પણ મદદ માટે આવ્યું નહીં.

આવી પરિસ્થિતિમાં જમાઈ ઓમપ્રકાશ મિશ્રની કહેવા પર ડોક્ટર રાકેશ તિવારીએ આરએસએસ કાર્યકર્તા સૌરભ સિંહ અને મિથિલેશ તિવારીને તેમની જવાબદારી સોંપવામાં આવી. બંને કાર્યકરોએ એમ્બ્યુલન્સ દ્વારા અંત્યેષ્ઠી સ્થળ સુધી મૃતદેહ પહોંચાડ્યો હતો. ત્યારબાદ બંને દીકરીઓએ અંતિમસંસ્કારની વિધિ પૂર્ણ કરી હતી.

દીકરી સપના અને રત્નાએ પિતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. સ્મશાનઘાટ પર નાની દીકરી સપનાએ પિતાને મુખાગ્નિ આપી હતી. નોંધનીય એ છે કે આ કપરાકાળમાં સંબંધીઓ મોઢું ફેરવી લેતા હોવાથી કેટલાક લોકોના અંતિમસંસ્કાર પૂર્ણ થતા નથી. આવી સ્થિતિમાં સોનભદ્ર જિલ્લામાં આરએસએસના કાર્યકરોઅંતિમ સંસ્કારમાં જરુરી તમામ મદદ પણ કરે છે.

admin