આ બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મના શૂટિંગ દરમિયાન ખરાબ રીતે ઘાયલ થયા હતા, જુઓ તસવીરો

બોલિવૂડ સ્ટાર્સ પોતાનું પાત્ર ભજવવા માટે ખુબ જ મહેનત કરે છે. કેટલીક વાર સવારે તો કેટલીક વાર શુટિંગ માટે આખી રાત જાગતા પણ રહેવું પડે છે. આ ઉપરાંત ઘણી વાર એવું પણ બને છે કે શૂટિંગ દરમિયાન આ સ્ટાર્સ ખરાબ રીતે ઘાયલ પણ થાય છે. આજે અમે તમને આ લેખ દ્વારા બોલીવુડ સ્ટાર્સ વિશે જણાવા જઈ રહ્યા છીએ, જેઓ શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા.
અમિતાભ બચ્ચન
‘કુલી’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે થયેલી ઘટના ને તેના ચાહકો આજે પણ યાદ કરે છે. યાદ કરતા તેમની આંખો પણ ભીની થઈ જાય છે. 1983 માં રિલીઝ થયેલી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બિગ બી ફાઇટ સીન કરતા હતા. આ દરમિયાન પુનીતનો એક પંચ ભૂલથી અમિતાભના પેટમાં વાગી ગયો હતો. આ સીનના કારણે અમિતાભ ખરાબ રીતે ઘાયલ થયા હતા. લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થયા હતા.
સુનિલ દત્ત
14 ફેબ્રુઆરી 1957 ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ ના સેટ પર નરગિસ અને સુનિલ દત્ત ફિલ્મમાં આગના દ્રશ્યનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આગ એટલી ફેલાઈ ગઈ કે આગમાં ફસાયેલી નરગિસનું જીવ જોખમમાં મુકાયો હતો. તે સમયે સુનિલ દત્તે જાતે જ આગમાં પસાર થઈને નરગિસનો જીવ બચાવ્યો હતો અને સુરક્ષિત બહાર લાવ્યો હતો. આ દુર્ઘટનામાં સુનીલ દત્ત થોડા ઘાયલ થયા હતા.
એશ્વર્યા રાય બચ્ચન
બોલિવૂડની ખુબસુરત એક્ટ્રેસ એશ્વર્યા રાય પણ શૂટિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બની હતી. ફિલ્મ ‘ખાકી’ ના શૂટિંગ દરમિયાન એશ્વર્યા ઘાયલ થઈ હતી. ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
કંગના રાણાઉત
મણિકર્ણિકા ફિલ્મના શૂટિંગ દરમિયાન કંગના રાનાઉતને ઈજા થઈ હતી. આ અકસ્માત દરમિયાન પંગા ક્વીન કંગનાને નાક પર 15 ટાકા આવ્યા હતા.
દિશા પટાણી
ફિલ્મ મલંગના શૂટિંગ દરમિયાન દિશા પટાણીને ઈજા થઈ હતી. આ ઈજા ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન થઈ હતી. તે જ સમયે, સારવાર લીધા પછી દિશા પાટણીએ ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું.
જોન અબ્રાહમ
પાગલપંતી ફિલ્મના સેટ પર એક્શન સ્ટાર જોન અબ્રાહમ સાથે પણ એક ઘટના બની હતી. એક્શન સીન કરતી વખતે તેના હાથ અને પગમાં ઈજા થઈ હતી.
સલમાન ખાન
આ યાદીમાં સલમાન ખાનનું નામ પણ શામેલ છે. સલમાન ખાન ફિલ્મ ‘વોન્ટેડ’ ના સ્ટંટ સીન દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. તે સ્વસ્થ થયા પછી જ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
રિતિક રોશન
એક્શન સ્ટાર ગણાતા રિતિક રોશન 2012 માં આવેલી ફિલ્મ ‘અગ્નિપથ’ ના શૂટિંગમાં ઈજા થઈ હતી, કારણ કે તેને આ ફિલ્મમાં ઘણા ખતરનાક સ્ટંટ સીન્સ કરવાના હતા, શૂટિંગ દરમિયાન તેને ઘણી ઈજાઓ થઈ હતી.
અક્ષય કુમાર
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારને ફિલ્મ ‘રાઉડી રાઠોડ’ માં ખતરનાક દ્રશ્ય કરવા ખુબ જ મોંઘા પડ્યા હતા. એક સીન દરમિયાન તેના ખભામાં ખુબ જ ઇજા થઈ હતી.
અભિષેક બચ્ચન
બોલ બચ્ચન ફિલ્મમાં અભિષેક બચ્ચન જ્યારે એક સીન દરમિયાન રીક્ષામાં જતા હતા ત્યારે તેના હાથ અને ખભા પર ઈજાઓ થઈ હતી. આ ફિલ્મમાં તેની એકટિંગને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.
સોનુ સૂદ
લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહેનાર બોલિવૂડ ના પ્રખ્યાત સોનુ સૂદ પણ શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. પગમાં ઈજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જાન્હવી કપૂર
બોલિવૂડની અભિનત્રી જાન્હવી કપૂર પણ શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી.
આલિયા ભટ્ટ
તાજેતરમાં જ આલિયા ભટ્ટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
રાજ કુમાર રાવ
લિપ સિંગ બેટલમાં સીન શૂટ કરતી વખતે રાજકુમાર પણ ઘાયલ થયો હતો. તે થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા.