માધુરી દીક્ષિતનું ઘર કોઈ મહેલથી ઓછું નથી, તસવીરો જોઈને પહોળી થઇ જશે તમારી આંખો

માધુરી દીક્ષિતે લગભગ 3 દાયકાથી ચાહકોના દિલ પર રાજ કર્યું છે. ધક-ધક્સ ગર્લ માધુરી હવે ફિલ્મોમાં સક્રિય નથી, પરંતુ તેની ફેન ફોલોઇંગ અકબંધ છે. અહેવાલો અનુસાર, માધુરી 250 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની માલિક છે. માધુરી મુંબઈના પેલેટીઅલમાં બંગલા ધરાવે છે. અહીં તે તેના પતિ શ્રીરામ માધવ નેને અને બે પુત્રો અરિન અને રિયાન સાથે રહે છે.
માધુરી દીક્ષિતે કહ્યું કે ‘મારી પ્રસન્નતા એ જ મારી સફળતા છે.’ તે સુખને જ સફળતા માને છે. તેને અદાકારી-નૃત્યથી આનંદ મળતો ત્યારે તેના માટે અદાકારીની સફળતા હતી. આજે જ્યારે ગૃહિણીપદ આનંદ આપે છે. ત્યારે તે તેને માટે સફળતા છે.
આજની સમસ્યા એ છે કે સફળતા અને સુખ એવા બે ભાગ માણસના મનમાં પડી ગયા છે. ઘણા સફળ લોકો સુખી નથી. ચરિત્ર કલાકાર એ. કે. હંગલ સફળ કલાકાર હતા, પરંતુ દુ:ખી માનવી છે. ઘણા સફળ વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, ડોક્ટર,નિષ્ફળ માનવી તરીકે જીવે છે. સફળતા અને ખાલીપો કદી સાથે જઈ શકે નહીં, પરંતુ આજકાલ અસંખ્ય કિસ્સાઓમાં તે જોવા મળે છે.
યુવાનોએ યાદ રાખવા જેવું છે કે જેમાં આત્માનો આનંદ, પરમ સંતોષ મળતો હોય તે સ્થિતિ જ સફળતા છે. તમને જે ગમે તે તમે કરો તેના કરતાં તમે જે કરો તે તમને જ્યારે ગમે ત્યારે તે સ્થિતિ સફળતાની છે. તેંડુલકર રોજના રૂ. 2.5 કરોડ કમાય છે માટે સફળ છે એવું નથી પણ ક્રિકેટ રમવી એ તેના માટે એક ઉત્સવ છે તેથી તે સફળ છે.
સફળતા એટલે આત્માની તૃપ્તિનો અહેસાસ. પછી ભલે તે અહેસાસ નાનકડા કામથી કે નગણ્ય એવા કામથી થતો હોય! આજે માણસ સુખના ભોગે સફળ થવાની દોટ મૂકી રહ્યો છે. આજે પોતાના કુટુંબના ચૂરેચૂરા કરીને માણસ અમેરિકા, દુબઈ તરફની દોટ મૂકીને સફળતા મેળવવા નીકળ્યો છે, પરંતુ તેની કેટલી મોટી કિંમત તે ચૂકવે છે તેની તેને જાણ નથી.
માધુરીએ પોતાનું ઘર જેટલું સુંદર રીતે સજ્જ કર્યું છે. તમે તસવીરો માં જોઈ શકો છો ગણપતિ બાપા ની મૂર્તિ.
માધુરી દીક્ષિતે તેના ઘરના ફર્નિચરથી લઈને પડદા સુધીની રંગોની ખૂબ કાળજી લીધી છે.
માધુરી દીક્ષિતના લિવિંગ રૂમમાં આરામદાયક પલંગ પણ છે. તમે આ કોચથી બેસીને મૂવીઝ પણ જોઈ શકો છો.
માધુરીએ તેના ઘરે ફક્ત એક ડ્રેસ, ફૂટવેર અને એસેસરીઝના કપડા માટે એક ઓરડો બનાવ્યો છે.
માધુરી દીક્ષિતના ઘરની અંદર એક જીમ પણ છે. જીમની સાથે શનાદર હોમ થિયેટર પણ સ્થાપિત થયેલ છે.માધુરીએ તેના રહેવાસી ક્ષેત્રમાં સંગીત માટે એક જગ્યા પણ રાખી છે.