કથા કરવા માટે લાખો રૂપિયા લે છે જયા કિશોરી, આ રીતે બની ફેમસ, પૈસાથી કરે છે આવા કામ

કથા કરવા માટે લાખો રૂપિયા લે છે જયા કિશોરી, આ રીતે બની ફેમસ, પૈસાથી કરે છે આવા કામ

જયા કિશોરીની ઓળખ પ્રખ્યાત કથાવાચક અને ભજન ગાયિકા તરીકે થાય છે. તે દેશ, વિદેશોમાં કથાવાચન કરે છે. નાની બાઇના માયરા અને શ્રીમદ ભાગવતની કથા નું વાંચન કરે છે. જ્યારે જયા કથાવાચન કરે છે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો તેમને સાંભળવા પહોંચે જાય છે. આ ઉપરાંત, જયા કિશોરીની કથાવાચન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પ્રખ્યાત છે.

સોશ્યલ મીડિયા પર ઘણી વાર જયા કિશોરીના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. અને લખો લોકો સાંભળે છે. જયાની ઓળખ એક મોટિવેશન સ્પીકર તરીકે પણ થાય છે. ઇન્ટરનેટ પર હંમેશા લોકો સર્ચ કરતા હોય છે. જયા કિશોરીની ફી કેટલી છે અને તેની કથાઓ પર કેટલો ખર્ચ થાય છે. આજે તમને તેના વિશે ઘણી માહિતી જણાવા જઈ રહ્યા છીએ.

મળતી માહિતી અનુસાર, તે એક કથા કરવા માટે અંદાજિત 9 લાખ રૂપિયા લે છે. કથા શરૂ કર્યા પહેલા તે અડધી રકમ એટલે કે 4 લાખ રૂપિયા. બાકીની રકમ કથા પૂર્ણ થયા પછી લે છે.

જયા કિશોરી કથાવાચન ના જે પૈસા લે છે. તેમાંથી દાનપુણ્ય પણ કરે છે. તેની કમાણીનો મોટો ભાગ નારાયણ સેવા સંસ્થામાં જાય છે. આ સંસ્થા દિવ્યાંગ લોકોની આર્થિક મદદમાં રોકાયેલી સંસ્થા છે. નારાયણ સેવા સંસ્થા દિવ્યાંગ લોકોની રોજગારની સાથે સાથે ખાવા પીવાની વ્યવસ્થા પણ કરે છે.

જયા કિશોરીના કહ્યા મુજબ, તે કથાવાચનમાં વધુ વ્યસ્ત રહે છે, તેથી તમને દિવ્યાંગ લોકોની સેવા કરવાનો સમય મળતો નથી.આથી જ દાન કરીને દિવ્યાંગ લોકો સુધી પોતાની સેવા પોંહચાડું છું. આ ઉપરાંત, સામાજિક કાર્યમાં પણ તેમની કમાણીનો મોટો હિસ્સો રોકી દે છે.

તેમની એક વેબસાઇટ છે જેના દ્વારા માહિતી મળે છે કે, તેઓ વૃક્ષારોપણની સાથે સાથે બેટી બચાવો બેટી પઢાવો જેવા કાર્યક્રમોમાં પણ ફાળો આપી છે. તેને સામાજિક કાર્યોમાં વિશેષ રુચિ છે. જયા કિશોરી અનેક સામાજિક કાર્યોમાં ભાગ લેતી જોવા મળી છે. મોટિવેશનલ વક્તા તરીકે તે ઘણા સેમિનાર પણ કરે છે. જેમાં દરેક વ્યક્તિ તેની વાતો સાંભળ્યા પછી આત્મવિશ્વાસ અનુભવે છે. તેઓ લોકોએ પૂછેલા પ્રશ્નોના જવાબ પણ આપે છે.

જયા કિશોરીના ભજનો અને મોટીવેશન વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થાય છે. તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એકટીવ રહે છે. જયા કિશોરીના ટ્વિટર પર 31 હજારથી વધુ ફોલોઅર્સ છે. જયારે ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે.

admin