ક્યારેક અનેક જગ્યા એ ભટકવા માટે મજબુર થયા હતા અબ્દુલ, હવે બદલાઈ ગઈ છે જિંદગી, આજે છે બે રેસ્ટોરેન્ટ ના માલિક
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આજકાલ દરેક લોકોને ખુબજ પ્રિય છે. તારક મહેતા શો માં રમુજી પાત્ર ભજવનાર અબ્દુલને લોકો ખુબ જ પસંદ કરે છે. જાણકારી મુજબ, અબ્દુલને ઈન્ડસ્ટ્રીમાં આવ્યાને લગભગ 25 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. અબ્દુલ એટલે કે શરદ સંકલાલે 35 થી વધુ ફિલ્મોમાં પોતાનો અભિનય પણ કર્યો છે. આ ઉપરાંત, તેણે ઘણા ટીવી બધા શોમાં પણ કામ કર્યું છે. જોકે, શરદ, જે આજે એકદમ પ્રખ્યાત થયા છે, તેમણે પોતાની ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવવા માટે ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. ચાલો જાણીએ વીગતવાર.

તેની કારકિર્દી ની પહેલી ફિલ્મ માં એક રોલ માટે માત્ર 50 રૂપિયા મળ્યા હતા. આ ફિલ્મ 1990માં આવેલી વંશ હતી. આમાં તેને ચાર્લી ચેપ્લિનનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર પછી શરદ સંકલાલે પાછું વળીને જોયું નહીં. આ પછી તેણે ખિલાડી, બાઝીગર અને બાદશાહ જેવી ઘણી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
શરદ સંકલા તારક મહેતા શોના નિર્માતા અસિત મોદીને વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે જાણે છે. એક દિવસ અસિત મોદીએ શરદને તારક મહેતા શોમાં કામ કરવાની ઓફર કરી. આ શોમાં તેની ભૂમિકા ઓછી હતી. તેથી તેણે વિચારવા માટે થોડો સમય માંગ્યો. જો કે, વિચાર કર્યા બાદ તેણે આ શો માટે હા પાડી દીધી અને આજે આ ભૂમિકા ભજવનાર શરદ સંકલા ખુબ જ લોકપ્રિય બની ગયા છે. એક મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, તે આ શોમાં ખૂબ વ્યસ્ત છે અને હાલમાં તે અન્ય કોઈ સીરિયલ અથવા ફિલ્મમાં કામ નથી કરી રહ્યા.

8 વર્ષથી સુધી બેરોજગાર રહ્યા હતા અબ્દુલ. અને આજે કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દર્શકોના સૌથી પ્રિય અને જાણીતા અભિનેતા બની ગયા છે. સંઘર્ષનો માર્ગ સફળતા તરફ દોરી જાય છે. જોકે, ઘણી ફિલ્મો અને સિરિયલોમાં નાના-મોટા પાત્રો ભજવવા છતાં, એક સમય એવો આવ્યો હતો. તે સમયે થોડું પણ કામ મળતું ન હતું. તે કહે છે કે 8 વર્ષ સુધી તે કામની શોધમાં દરેક જગ્યાએ ભટકતા રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, શરદ સંકલાલને એક એપિસોડ માટે અંદાજિત 35 થી 40 હજાર રૂપિયા મળે છે. આજે શરદની પાસે મુંબઈમાં એક આલીશાન ઘર છે. આ સાથે, શરદ મુંબઇમાં બે રેસ્ટોરન્ટ નો માલિક પણ છે. તેની પાસે પાર્લે પોઇન્ટ જુહુ અને બીજો ચાર્લી કબાબ અંધેરીમાં રેસ્ટોરન્ટ છે.