પિતાની રોજની આવક માત્ર 200 રૂપિયા, દીકરીએ આપી કરોડો રૂપિયાની ખુશી, લોકોએ કહ્યું, આવી દીકરી તો કોઈ ભાગ્યશાળી ને જ મળે..

પિતાની રોજની આવક માત્ર 200 રૂપિયા, દીકરીએ આપી કરોડો રૂપિયાની ખુશી, લોકોએ કહ્યું, આવી દીકરી તો કોઈ ભાગ્યશાળી ને જ મળે..

જીવનમાં સફળતા ફક્ત એવી વ્યક્તિને જ મળે છે, જેનામાં કંઈક કરવાની ઉત્કટતા હોય, જો કોઈ પણ વ્યક્તિ સખત મહેનત કરે તો તેના માટે કંઈ પણ અશક્ય કઈ જ નથી. કહેવાય છે. એવો જ એક કમાલ પંજાબીની દીકરીએ કરીને બતાવ્યું છે. તેમની મહેનતની પ્રશંસા દરેક લોકો કરી રહ્યા છે. બુધવારના રોજ જાહેર થયેલા ધોરણ 12મા ના પરિણામોમાં મજૂર પિતાની દીકરી જસપ્રીત કૌરે 99.5 ટકા માર્ક્સ મેળવી ભવ્ય સફળતાથી પોતાના પિતાનું નામ રોશન કર્યું છે.

જસપ્રિતના પરિવારની આર્થિક ખુબ જ વિકટ હતી. તે કોચિંગ લઈ શકે તેવું પણ શક્ય ન હતું. તેથી, તેણે ઘરે અભ્યાસ કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે. તેના પિતા બલદેવ સિંહ વાળંદ છે. જે રોજના માત્ર 200 રૂપિયા કમાય છે.

જસપ્રિતે જણાવ્યું હતું કે તેમણે 5 થી 6 કલાક અભ્યાસ કરીને આ પદ પ્રાપ્ત કર્યું છે. તેણે કહ્યું કે, હું નાની-નાની સમસ્યાઓને જાતે જ ઉકેલતી હતી. જો કોઈ મોટી સમસ્યા હોય, તો સ્કૂલ ટીચરની મદદ લેતી હતી. તેણે પોતાને લક્ષ્ય બનાવીને આ સિદ્ધિ હાંસિલ કરી છે.

જસપ્રીતે પંજાબ શિક્ષણ બોર્ડની 12 મી મેરીટ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેણે 450 માંથી 448 માર્ક્સ મેળવ્યા છે. આ સાથે, રાજ્યના ટોપર્સમાં તેનું નામ શામેલ થયું છે.

જસપ્રીતે જણાવ્યું હતું કે,આગળ જઈ ને હું એમફીલ પૂર્ણ કર્યા બાદ અંગ્રેજી ની શિક્ષકા બનવા માંગુ છું. આ ઉપરાંત, અભ્યાસની સાથે સાથે કામ પણ કરતી રહીશ, જેથી પરિવારને આર્થિક મદદ પણ મળી શકે.

જસપ્રીત કૌર મનસા જિલ્લાની રહેવાસી છે. તેની સિદ્ધિ થી આખું ગામ ખુશ છે. કેટલાક લોકો તેને અભિનંદન આપે છે, તો કેટલાક લોકો તેના માતા-પિતાને કહે છે કે તમારી પુત્રી ખૂબ હોંશિયાર છે. ભગવાનને આવી દીકરી દરેકને આપે. તે જ સમયે, જસપ્રિતના પિતા બલદેવ સિંહ ની આંખોમાંથી આસું આવી ગયા, કહે છે કે અમે ક્યારેય વિચાર્યું પણ હતું કે, અમારી દીકરી ભણવામાં આટલી હોશિયાર છે.

admin