વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વેક્સિનનો પહેલો ડોઝ લીધો…પુડુચેરી-કેરળની નર્સે લગાવી, PMએ કહ્યું વેક્સિન લગાવી ખબર પણ ના પડી
ભારતમાં વેક્સિન બીજો તબક્કો શરૂ થયો છે. આ વેક્સિન સામાન્ય લોકોને આપવાનું શરૂ કરવામાં આવે તે પહેલા વડાપ્રધામ નરેન્દ્ર મોદીએ આજે સવારે 6.30 કલાકે એઇમ્સ હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી. તમને આજે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જાણકારી અનુસાર તેણે સ્વદેશી કંપની બાયોટેકની વેક્સિન લીધી છે. આ દરમિયાન પીએમ મોદીના ખભા પર આસામનો ગમછો દેખાતો હતો. આ ગમછો આસામની મહિલાઓ તરફથી આશીર્વાદનું પ્રતીક છે. પીએમ મોદી ઘણી વખત આ ગમછા સાથે દેખાયા છે. થોડા દિવસોની અંદર કેરળ, પુડુચેરી અને આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે.

વડા પ્રધાને રસી લગાવ્યા બાદ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ દ્વારા તેમણે રસી વિશે સામાન્ય લોકોના મનમાં રહેલી શંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો.
તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું છે કે, કોરોના સામે વૈશ્વિક લડાઇને મજબૂત બનાવવા માટે આપણા દેશના ડોકટરો અને વૈજ્ઞાનિકો દ્વારા ખુબ જ ઝડપી કાર્ય કરવામાં આવ્યું છે. હું દેશના દરેક નાગરીકને અપીલ કરું છું જે લોકો વેક્સિન લેવા યોગ્ય છે. કે તેઓ વેક્સિન લગાવીને આપણા દેશને કોરોનામુક્ત બનાવે.

પીએમ ને વેક્સિન આપનાર નર્સ પુડુચેરી અને કેરળની હતી. એક નર્સ નામ પી. નિવેદા છે. જ્યારે બીજીનું નામ રોસમ્મા અનિલ છે. પીએમ મોદી વેક્સિનનો ડોઝ લેવા સવાર સવારમાં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચવા માટે મોદીએ સવારનો સમય નક્કી કર્યો હતો, કારણ કે લોકોને તેમના કાફલાના કારણે તકલીફોનો સામનો ના કરવો પડે. ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે બાયોટેકની વેક્સિન ને મંજૂરી આપવામાં આવી છે.
પીએમ નરેન્દ્ર મોદીને વેક્સિન આપનાર દિલ્હી એમ્સમાં કાર્યરત નર્સ પી નિવેદાએ કહ્યું, સર ને ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે. વેક્સિન લીધા પછી તેમણે અમને પુછ્યું હતું કે, અમે કયા રાજ્યના છીએ અને અમને કહ્યું, વેક્સિન લગાવી પણ દીધી અને ખબર પણ ના પડી.

બીજા ફેઝમાં કોને-કોને રસી આપવામાં આવી શકે છે જાણો
બીજા ફેઝમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો લોકોને રસી આપવામાં આવશે. આઉપરાંત, 45 વર્ષથી મોટી ઉંમરના જે ગંભીર બીમારી ધરાવતા હોય તે પણ રસી આપી શકશે. સરકાર દ્વારા ગંભીર બીમારી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. ગંભીર બીમારીવાળા લોકો માટે ડોક્ટરનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે. કેન્દ્ર સરકારે આ પ્રમાણપત્રનું ફોર્મેટ પણ બહાર પાડ્યું છે.

બીજા તબક્કામાં 27 કરોડ લોકોને લાભ મળી શકે છે.
આ નવી ઇમ્યુનાઇઝેશન અભિયાનની મદદથી 27 કરોડ લોકોને ફાયદો થઈ શકે છે, 12 હજારથી વધુ સરકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇમ્યુનાઇઝેશન ઝડપી બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, મેક્સ, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં જોડાશે નહીં.

કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં રસીના ભાવ પણ નક્કી કર્યા છે.
રસીના એક ડોઝ ની કિંમત માત્ર 250 રૂપિયા છે. તેમાં 150 રૂપિયા રસીના અને 100 સર્વિસ ચાર્જ રાખવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલોમાં ગરીબ લોકો માટે કોરોના રસી વિના મૂલ્યે આપવામાં આવશે.
અગત્યની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારમાં વેક્સિન લીધી. બીજા દેશોના ટોપ લીડરો પણ વેક્સિન લઈ ચૂક્યા છે. અને તેઓ પણ વેક્સિન લેવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે. જેથી કરીને આપણે દેશને કોરોનાથી નાબૂદ કરી શકીએ.