રામ મંદિરનાં નિર્માણ માટે દિલ ખોલીને આપવામાં આવી રહ્યું છે દાન..માત્ર 1 મહિનામાં જ જમા થઈ ગયા આટલા કરોડ રૂપિયા, જાણીને ચૌકી જશો તમે
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને ભારે માત્રામાં લોકો આ મંદિર બનાવવા માટે દાન પણ આપી રહ્યા છે. જાન્યુઆરી મહિનાથી જ મંદિર નિર્માણ માટે દાન એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. જે 27 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અભિયાન અંતર્ગત લોકોએ લગભગ 2 હજાર કરોડનું દાન આવ્યું છે અને હજી પણ પૈસાની ગણતરીની કામગીરી શરૂ છે. ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે.
અયોધ્યા ના ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમની પાસે અંદાજિત 2000 રૂપિયા રોકડા છે. ગણતરી અને ઓડિટની પ્રક્રિયા પૂર્ણ થવામાં એક મહિનાનો સમય લાગી શકે છે.

એક સમાચાર મુજબ, ઘણા બધા ચેક બેંકોમાં પડેલા છે અને શુક્રવારથી ત્રણ દિવસ માટે બેંકોને રજા હતી. તેથી, ઘણાં બધાં ચેકો ક્લીઅર થવાનાં બાકી છે. સ્વયંસેવકો પાસેથી બાકી રહેલા કૂપન્સ પણ પાછા લેવાનાં છે. તેમની ગણતરી પણ કરવામાં આવશે. આ સિવાય હજી પણ મંદિરના ખાતામાં પૈસા જમા કરાવવાની કામગીરી શરૂ છે. આ બધા કારણો ના લીધે આ રકમ વધી શકે છે. આ દાન દેશ-વિદેશ બંને તરફથી મળ્યું છે.
તમને જણાવી દઈએ કે રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન મકરસંક્રાંતિના પાવન દિવસથી શરૂ કરવામાં આવ્યું છે. દાન એકત્ર કરવા અલગ અલગ ટીમોની રચના પણ કરવામાં આવી હતી. એક જાણકારી મુજબ, તેમણે લગભગ 5 લાખ ગામોની મુલાકાત લીધી હતી.

તાજેતરમાં મંદિરના પાયા માટેનું ખોદકામની કામગીરી શરૂ થઈ છે અને આગામી 15 દિવસમાં રામ મંદિરનો પાયો ભરાવાનું કામ શરૂ થઈ જશે. આ ઉપરાંત પથ્થરો પર નકશી કામ ચાલી રહ્યું છે. અપેક્ષા છે કે આ મંદિર થોડા વર્ષોમાં તૈયાર થઈ જશે.