પિતાએ કર્યો દીકરીનો સોદો, ત્યારબાદ બે વખત વેંચવામાં આવી આ ફૂલ જેવી નાનકડી બાળકીને, ભગવાને આ રીતે કર્યો ન્યાય..

પિતાએ કર્યો દીકરીનો સોદો, ત્યારબાદ બે વખત વેંચવામાં આવી આ ફૂલ જેવી નાનકડી બાળકીને, ભગવાને આ રીતે કર્યો ન્યાય..

ઉત્તર પ્રદેશના બિજનોરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ તેની નવજાત દીકરીને પોતાન પર રહેલું દેવું ઉતારવા માટે પૈસા આપનાર શાહુકારને વેચી દીધી. બાદમાં આ શાહુકારે દીકરીને દિલ્હીના એક દંપતીને વેચી દીધી. જો કે, નાની ફૂલ જેવી આ બાળકીનું નસીબ જોર કરી રહ્યું હતું, માતૃ મંડળ સેવા ભારતી સંસ્થા દ્વારા નાની બાળકીને તેની માતાને પરત લાવવામાં આવી છે.

આ ગરીબ દંપતી કાંશીરામ કોલોનીમાં રહે છે. માતૃ મંડળ સેવા ભારતી સંસ્થાના જિલ્લા પ્રમુખ શોભા શર્માના જણાવ્યા અનુસાર, આ દંપતી પર તેની કોલોનીમાં રહેતી મહિલા શાહુકારનું દેવું હતું. આ દેવું દસ ટકાના દરે દિવસેને દિવસે વધી રહ્યું હતું. વસંત પંચમીના દિવસે આ ગરીબ દંપતી ના ઘરે નવજાત બાળકીને જન્મ થયો. આવી સ્થિતીમાં, આ શાહુકાર મહિલાની દાનત આ નવજાત બાળકી પર બગડી હતી. તેણે નવજાત બાળકીના પિતાને દેવું માફ કરવા અને એક લાખ 37 હજાર રૂપિયા રોકડા આપવા લાલચ આપી હતી.

આ ગરીબ બાળકના પિતા શાહુકારની લોભામણી વાતમાં ફસાઈ ગયા . મહિલા શાહુકારે પાસેથી તેણે 37 હજાર રૂપિયા લીધા અને બાકીના એક લાખ રૂપિયા પછી લેવાની વાત કરી. બીજી તરફ, મહિલા શાહુકારે આ નવજાત બાળકીને ગેરકાયદેસર રીતે દિલ્હીમાં રહેતા એક દંપતીને વેચી દીધી હતી. આ વાતની જાણ માતૃ મંડળ સેવા ભારતીના જિલ્લા પ્રમુખને થઈ. આવી સ્થિતિમાં, તેણે બાળકીને તેની માતા સાથે મિલનકરાવવાની તૈયારી શરૂ કરી દીધી.

આ સંસ્થાના અધિકારીઓ ભારતી સિંહ, હિમાની ગૌર, પ્રેમા શ્રીવાસ્તવ, લતા શેખર અને ગીતા અગ્રવાલ આ ઘટનાની જાણ થતાં જ તે કાંશીરામ કોલોની પહોંચી ગયા. તેણે બાળકીના પિતા અને પૈસા આપનાર શાહુકાર ની ખબર લીધી. પૈસા આપનારા શાહુકાર માનતી ન હતી, તેથી તેના પર ખુબ જ દબાણ આપવામાં આવ્યું. આવી સ્થિતિમાં તેણે નવજાત બાળકીને દિલ્હીથી પરત મંગાવી લીધી.

બાદમાં આ સંસ્થાના લોકોએ બાળકીને તેની માતાને સોંપી દીધી. આટલું જ નહીં સંસ્થાએ કાંશીરામ કોલોનીના પાર્કમાં આ નવજાત બાળકીનું નામકરણ સાથે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં, પુરી વિધિ વિધાનથી બાળકીનું નામ કલ્યાણી રાખવામાં આવ્યું. આ સંસ્થાએ બાળકના દૂધથી લઈને કપડાં, પાલન-પોષણ, શિક્ષણ અને લગ્નના ખર્ચ સુધીની બધી જ જવાબદારી ઉપાડી લીધી.

admin