ગરીબ મજૂર પિતાનો સહારો બનવા દીકરી મોટરસાયકલ પર વેંચી રહી છે દૂધ…કહાની તમને વિચારવા કરી દેશે મજબૂર

ગરીબ મજૂર પિતાનો સહારો બનવા દીકરી મોટરસાયકલ પર વેંચી રહી છે દૂધ…કહાની તમને વિચારવા કરી દેશે મજબૂર

આપણા સમાજમાં ઘણા લોકો એવું પણ માનતા હોય છે કે, દીકરીઓ ઘરનું કામ જ કરે. જયારે દીકરાઓ બહારનું કામ સંભાળે. દીકરીઓ ઘરના કામકાજમાં રસોઈ, વાસણો સાફ કરવા, રસોડું, ભણવાનું કરે છે. જયારે દીકરાઓ બજારના કામ, વસ્તુઓ લાવવી,વેચવું, ડ્રાઇવિંગ વગેરે. પરંતુ આજે એક દીકરી દીકરાની માફક પિતા સાથે ખભો મિલાવીને કામ કરી રહી છે. આ દીકરી ગરીબ મજૂર પિતાને ટેકો આપવા માટે દૂધ વેચવા જેવી મુશ્કેલ કામગીરી કરી રહી છે. તે રોજ સવારે મોટરસાઇકલ પર દૂધ વેચવા માટે નીકળે છે અને દરરોજ 90 લિટર દૂધનું વિતરણ કરીને પરત આવે છે. આ યુવતીની સખત મહેનતથી પરિવાર ઉભો રહ્યો છે છે. પુત્રની ભૂમિકા ભજવનારી આ છોકરીના સંઘર્ષની કહાની તમને વિચારતા કરી દેશે.

રાજસ્થાનના ભરતપુરમાં ભંડોર ગામમાં રહેતી આ 19 વર્ષીય નીતુ શર્મા દેખાવમાં એક સામાન્ય છોકરી લાગે છે. પરંતુ તેમની કહાની અસાધારણ અને લોકોને પ્રેરણાદાયક છે. નીતુ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે અને તેનું સ્વપ્ન શિક્ષક બનવાનું છે. પરંતુ તેના પિતા પાસે પૈસા નહોતા.

પોતાનું સ્વપ્ન સાકાર કરવા અને ઘર ચલાવવા માટે દરરોજ સવારે 4 વાગ્યે ઉઠીને કન્ટેનરમાં 90 લિટર દૂધ ભરીને તેની બાઇક શહેર તરફ આગળ વધે છે. દરેક લોકો વિચારે છે કે દૂધ વેચવાનું કામ આ છોકરાઓનું છે. પરંતુ મજબુત ઈરાદાઓવાળી આ છોકરી નીતૂ શર્મા કઠિન પરિસ્થિતિનો પણ સામનો કરી દ્રઢતાથી કામ કરી રહી છે.

આ દીકરીના પિતા બનવારીલાલ શર્મા એક સાધારણ મજદૂર છે. તેમની પાસે પોતાની દીકરીઓને શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકે તેટલા પૈસા પણ નથી. તેના પિતાએ નીતુને કહ્યું કે આપણા લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેથી તારે અભ્યાસ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને ઘરના કામમાં મદદ કરવી જોઈએ. પરંતુ કહેવાય છે ને કે જો તમે સપના પુરા કરવાની જિદ કરો તો દુનિયાની કોઈ તાકાત પણ તમને રોકી નહીં શકે.

નીતુએ નિર્ણય કર્યો કે હું આત્મનિર્ભર બનીશ. મારો અભ્યાસ બંધ નહીં કરું અને મારુ સ્વપ્ન પૂર્ણ કરશે. જે ગામમાં છોકરીઓને જરાય છૂટ આપવામાં નથી આવતી. કાં તો તેને ઘરે બેસાડી દેવામાં આવે છે અથવા લગ્ન કરાવી દેવામાં આવે છે. ત્યાં નીતુએ આર્થિક રીતે આત્મનિર્ભરની ગામમાંથી દૂધ એકત્રીત કરીને બાઇક પર શહેરમાં વેચવાનું શરૂ કરી દીધું. આ કઠિન કામમાં તેમની મોટી બહેન સુષ્મા પણ મદદ કરે છે. તેઓનો દિવસ સવારે 4 વાગ્યે શરૂ થાય છે અને ગામના જુદા જુદા ખેડૂત પરિવારો પાસેથી દૂધ એકત્રિત કરે છે. ત્યાર બાદ કન્ટેનરમાં દૂધ ભરીને બાઇક પર પોતાની બહેન સાથે 5-7 કિમી દૂર શહેરમાં વેચવા જાય છે.

લગભગ 10 વાગ્યા સુધી દૂધ વેચ્યા બાદ નીતુ એક સંબંધીના ઘરે કપડાં બદલીને 2 કલાક કમ્પ્યુટર ક્લાસના વર્ગોમાં જાય છે. ક્લાસ પૂરો થયા પછી તે બપોરના 12 વાગ્યે ગામમાં જઈ ભણવાનું શરૂ કરી દે છે અને સાંજે ફરીથી સવારની જેમ દૂધ વેચવા શહેરમાં જાય છે.

તેના પરિવારમાં 5 બહેનો અને 1 ભાઈ છે. જેમાંથી 2 લગ્ન થઈ ગયા છે. પિતા મિલમાં મજૂર છે ત્યાં તેને ખૂબ જ ઓછા પૈસા મળે છે. તેથી આજે તે બાકીના તમામ ભાઈ-બહેનોની જવાબદારી સંભાળે છે. નીતુ દૂધ વેચીને 12 હજાર રૂપિયાની મહિનાની કમાણી કરે છે. આ સિવાય ની નાની બહેન કરિયાણાની દુકાન છે. જેનાથી થોડીક મદદ મળે છે. નીતુ જણાવે છે કે જ્યાં સુધી તેની મોટી બે બહેનો ના લગ્ન ન થાય અને પોતે શિક્ષક ન બને ત્યાં સુધી તે દૂધ વેચવાનું શરૂ રાખશે.

નીતુની મહેનત અને લગન જોઈને સ્થાનિક લોકો અને અખબારો પણ તેની મદદ માટે આગળ આવ્યા છે. આ ખબર છપાયા બાદ લુપિન સંગઠનના સમાજસેવક સીતારામ ગુપ્તાએ નીતુ શર્મા અને તેના પરિવારને બોલાવીને 15 હજારનો ચેક અને અભ્યાસ માટે કમ્પ્યુટર ભેટ આપ્યું છે. સ્વપ્ન જોવાનો દરેક લોકોને અધિકાર છે અને મુશ્કેલીઓ ભૂલીને સતત મહેનત કરતા રહેવું જોઈએ. વિજેતા એ જ બને છે જે પૂરી શિદ્દત સાથે પોતાના સપનાને પૂરા કરવા માટે સમાજને પડકાર આપે છે. નીતુએ આજે રિવાજોની વિરુદ્ધ જઈને પોતાની એક સારી ઓળખ બનાવી છે. તે સફળતા સાથે સફળતાનું એક ઉદાહરણ પણ બની છે.

admin