મૃત્યુ પછી પણ 5 લોકોને નવું જીવન આપતી ગઈ ફૂલ જેવી આ નાનકડી બાળકી…

મૃત્યુ પછી પણ 5 લોકોને નવું જીવન આપતી ગઈ ફૂલ જેવી આ નાનકડી બાળકી…

20 મહિનાની ઉંમર કઈ મોટી ઉંમર નથી કે કંઈક મોટું કામ કરી શક્યે, પરંતુ દિલ્હીના રોહિણી વિસ્તારમાં રહેતી 20 મહિનાની નાનકડી ધનિષ્ઠાએ એવું કંઈક કર્યું છે. જે સમાજ માટે એક મહાન ઉદાહરણ બેસાડ્યું છે. 20 મહિનાની આ બાળકીએ દુનિયાને અલવિદા કહેતા પહેલા પાંચ લોકોને નવું જીવન આપ્યું છે. આ સાથે જ ધનિષ્ઠ સૌથી નાની ઉંમરની અંગ દાતા બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેનું હૃદય, યકૃત, બંને કિડની અને બંને આંખોને સર ગંગા રામ હોસ્પિટલમાં પાંચ દર્દીઓમાં રોપવામાં આવી હતી.

સાંજે ધનિષ્ઠા તેના ઘરના પહેલા માળેથી રમતી રમતી નીચે પડી ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી, ધનિષ્ઠાના પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે ગંગારામ હોસ્પિટલમાં પહોંચાડી હતી.

ડોકટરોએ ખુબ જ પ્રયત્નો કર્યા છતાં બાળકી બચી શકી નહીં. ડોકટરોએ બાળકીને બ્રેઇન ડેડ જાહેર કરી હતી. મગજ સિવાય તેના તમામ અંગો સારી રીતે કાર્યરત હતા. ધનિષ્ઠાના માતા-પિતાએ ખુબ જ સારો નિર્ણય લીધો. બાળકના પિતા આશિષ કુમાર અને માતા બબીતાએ તેમના બાળકના અંગો હોસ્પિટલ અધિકારીઓને દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

તેના પિતા આશિષ કુમારના જણાવ્યા અનુસાર, અમે હોસ્પિટલમાં ઘણા દર્દીઓ જોયાં જેઓને અંગોની ખુબ જ જરૂર હોય છે. અમે અમારી ધનિષ્ઠા ગુમાવી દીધી છે. તો અમે વિચાર્યું કે તેના અંતિમ સંસ્કાર કરવાથી તેના અંગો બળીને રાખ થઈ જશે. તેના બદલે જો અંગદાન કરવામાં આવે, તો ઘણા માસુમ લોકોનો આપણે જીવ બચાવી શક્યે. આ વિચારીને અમે અંગદાન કરવાનો નિર્ણય કરી લીધો. જો કે, આ નિર્ણય લેવા માટે અમારી એક મીટીંગ પણ થઇ હતી પરંતુ, અમે હોસ્પિટલમાં રહીને પહેલા જ દર્દીને જોઈને નક્કી કરી લીધું હતું.

ગંગારામ હોસ્પિટલના અધ્યક્ષ ડો. ડી.એસ. રાણાના જણાવ્યા અનુસાર, પરિવારનું આ ઉમદા કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ સાથે, બીજા લોકોને પ્રેરણારૂપ પણ છે. માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે, ભારતમાં અંગદાનનો દર વિશ્વના બીજા દેશો કરતા ઓછો છે. અંગોના અભાવને લીધે આપણા દેશમાં દર વર્ષે સરેરાશ પાંચ લાખ લોકોના મૃત્યુ થાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ અંગદાનનું મહત્વ સમજી આ કાર્યમાં જોડાવું જોઈએ.

admin